________________
૩૭૦
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર બખ્તરે તેમના શરીર પ્રમાણે બનાવવામાં આવ્યાં હતાં, તે પણ કેટલાકનાં શરીર યુદ્ધના ઉત્સાહથી કુલી ગયાં હતાં, તેથી તેમના શરીરે બખ્તરને વિષે સમાયા નહિ-શરીર પર બખ્તર ચડી શક્યાં નહિ. કેટલાક શ્રેષ્ઠ વિરે યુદ્ધના ઉત્સાહથી જલ્દી બખ્તર પહેરી તૈયાર થયા અને પછી મિત્રની રાહ જોવાના હેતુથી તે આવે ત્યાંસુધી શસ્ત્રોવડે કસરત કરવા લાગ્યા. કેટલાક મોટા શરીરવાળા સિંહને અને સપને બખ્તર પહેરાવવા લાગ્યા.
કેમકે તેમ કરવાથી તેઓ “પારેલે સિંહ અને પાંખવાળે સર્પ ” એ કહેવતને સત્ય કરી બતાવતા હતા. એ જ રીતે શ્રેષ્ઠ વિદ્યાધરએ શાલ, ભુંડ અને રીંછ વિગેરે બીજાં વાહનોને પણ ઉચિતતા પ્રમાણે બખ્તર પહેરાવ્યાં, તેમજ સર્વે દ્ધાઓએ દૂરથી પિતાને જણાવવા માટે પોતપોતાનાં વાહનમાં વિચિત્ર ચિન્હવાળા વિજતંભો ઉભા કરીને દઢ રીતે બાંધી લીધા, કેમકે મહા સુભટો પિતાની નિશાનીથી પ્રગટપણે જ રહે છે.
તે વખતે વીર સુભટોએ અનેક પ્રકારનાં શસ્ત્રોવડે પોતાના રથોને ભરી દીધા કેમકે યુદ્ધમાં જનારા સુભટોને તે તેજ અખૂટ ભાતું છે. કેટલાક વિરોએ શસ્ત્રો વડે ભરેલા રથ, પાડા અને ખચ્ચરે તૈયાર કર્યા; કેમકે વીરેના દાનવીરપણામાં શસ્ત્રનું દાન જ પુષ્કળ હોય છે. યુદ્ધમાં બખ્તર વિગેરે પહેરવાવડે દાનવીરપણું જતું રહેશે એમ ધારી તે દાનવીરપણાને જાળવી રાખવા વીર પુરૂષોએ અનેક ઉંટને બખ્તર વિગેરેથી ભરીને સાથે લીધા. કેટલાક વીરે નેકરોથી અપાતા બખ્તર પહેરવાથી તો યુદ્ધમાં પિતાનું વીરાધિવીરપણું–સર્વ વીરેમાં શ્રેષ્ઠપણું કલંકિત થાય છે.
કેટલાક વરએ પ્રથમ શેભાને માટે શસ્ત્રો ધારણ કર્યા હતા, તેનો પણ ત્યાગ કર્યો, કેમકે તેઓ ગર્વથી પિતાના પગ, મુષ્ટિ અને નખને જ શસ્ત્રરૂપે માનતા હતા.
અમે શત્રુના વીરોને તેમનાં જ શસ્ત્રોવડે હણશું” એમ માનતા અસમાન વીરવતથી ઉત્કટ થયેલા કેટલાક વિરેએ શસ્ત્રોને સાથે લીધાં જ નહિ. મહા દ્ધાઓ જે જે હાથી, અશ્વ કે રથાદિકપર આરૂઢ થયા હતા, તેવાં બીજાં ઘણાં વાહનોને પોતાની પાછળ ચલાવવા માટે તેઓએ તૈયાર રાખ્યાં હતાં.
કેમકે પ્રથમ પિતે સ્વીકારેલાં વાહનોને શ્રમ કે ઘાત વિગેરે લાગે તો પિતાને પણ સંગ્રામમાં વિન્ન થાય, તે નહિ થવા દેવાની બુદ્ધિથી તેમણે બીજા તેવાં જ વાહનો તૈયાર રાખ્યાં હતાં; કેમકે તેઓને મહાયુદ્ધને રસ કાંઈ એક વાહનથી જ પૂર્ણ થઈ શકતા નહેતે. જેઓને રણ સંગ્રામની તૃષ્ણ તુટતી-છીપતી ન હોય તેઓને પાણીની તૃષ્ણા ન થાઓ, એવા હેતુથી જંગમ પરબની જેવા જલથી ભરેલા પાડાઓ તૈયાર કરવામાં આવ્યા.