________________
તેરમે સગ. .
૩૬૯ - વનના પાડાઓ ત્રાસ પામીને ચોતરફથી વનના વૃક્ષોને ભાંગવા લાગ્યા, અને વ્યંતર વિગેરે દે રણસંગ્રામ જેવાની ઈચ્છાવડે દૂર દૂરથી આવવા લાગ્યા. બંને સૈન્યમાંથી ઉછળતા નાદવડે સુભટોના શરીરો વૃદ્ધિ પામતા ઉત્સાહથી રોમાંચિત થયા અને યુદ્ધ કરવા માટે સજજ થઈ ગયા. મોટા પર્વત પર પાંખોની જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલા હાથીઓ ઉપર વીર પુરૂષે શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહવાળી ઝુલને બાંધવા લાગ્યા. હાથીઓના દાંત ઉપર ધારવાળા ખો બાંધવા લાગ્યા, કેટલાક હાથીઓના તે દાંતને જ લેઢાવડે મઢયા, તેથી તે દાંતે જ શસ્ત્રરૂપ થયા.
દેદીપ્યમાન વાના બખ્તરથી મઢેલી હાથીઓની સૂંઢમાં મુદુગર, કુંત અને ભાલા વિગેરે શસ્ત્રો ભરાવ્યાં. હાથીઓની બન્ને બાજુએ લેઢાના પાંજરાં બાંધ્યાં, અને તેમાં વટવૃક્ષની શાખા ઉપર સર્પની જેમ ધનુષ્યધારી વીરે ઉભા રહ્યા. બખ્તર ધારણ કરીને હાથીઓની પીઠ પર વીર મહાવતો બેઠા હતા, તેથી તે હાથીઓ જેના શિખર પર ગરૂડ બેઠેલા હોય એવા પાંખોવાળા પર્વતની શોભાને ધારણ કરતા હતા.
હાથીઓની બંને બાજુએ બાંધેલી ઘંટાઓ રણરણ શબ્દ કરતી હતી અને તેમના પગમાં પહેરાવેલા ઝાંઝર પણ મધુર શબ્દ કરતાં હતાં. આ રીતે વીર પુરૂએ વામણિથી જડિત એવા બખ્તરવડે હાથીઓને બખ્તરવાળા કર્યા-ઝુલવાળા કર્યા,
એજ રીતે બખ્તર પહેરાવી તૈયાર કરેલા, શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહને ધારણ કરતા અને જેમના પર સ્વારે બેઠા હતા એવા અશ્વો પણ વિષ્ણુ સહિત ગરૂડની શોભાને ધારણ કરતા હતા. ચાલતાવાળા, ઉછળતા અને બખ્તર પહેરાવેલા અશ્વો જાણે કમલિનીનાં પાંદડાં અને સેવાલવડે યુક્ત એવા સમુદ્રના તરંગે હોય તેવા શોભતા હતા.
- કેટલાક બીજાનું કામ પસંદ નહિ કરનારા રાજાએ પિતાની જાતે જ હસ્તીઓને તથા અશ્વોને બખ્તર પહેરાવતા હતા. બખ્તર પહેરાવતી વખતે મોટા ગરવ કરતા હાથીઓને અને હજારવ કરતા અશ્વોને શુકનરૂપ માનતા કેટલા સુભટે તેમની પૂજા કરતા હતા. - વિલાસ કરવાને આવતી જ્યલક્ષ્મીના જાણે કીડાગૃહ હોય એવા રથોને પણ સુભટે ચર્મવડે અને બખ્તરવડે દઢ કરતા હતા. કેટલાકે સારથીઓને પિતાથી અધિક મજબૂત બખ્તરો આપ્યાં. કેમકે રથીઓના યુદ્ધમાં તે સારથીઓ જ જયના સાક્ષીરૂપ હોય છે.
જેણે મસ્તક પર ટેપ પહેર્યા હતા અને શરીર પર બખ્તર ધારણ કર્યા હતાં એવા સુભટો જાણે કે યમરાજાએ પોતાના વિરે મોકલ્યા હોય તેવા શોભતા હતા. વીરોના
-
/
-
f
જ.-૨૭