________________
૩૬૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પામ્યા, તેથી તે સૂર્ય આકાશમાર્ગને ત્યાગ કરી પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. નારીનું રૂપ ધારણ કરનાર કુમારે પિતાના બેચરરાજાઓની સલાહથી પવનવેગના પુત્ર વજાગને સેનાપતિ તરીકે સ્થાપન કર્યો.
હવે બન્ને સૈન્યમાં ધીર પુરૂ પ્રથમ શસ્ત્રપૂજાના ઉત્સવાદિકવડે અને પછી શસ્ત્રધારી પુરૂષની કથાદિકવડે શસ્ત્રજાગરિકા કરવા લાગ્યા, કેમકે યુદ્ધમાં જય મેળવવાના સર્વ સાધને વિષે શો જ મુખ્યતાને ધારણ કરે છે, તેથી વીર પુરૂષેએ પ્રથમ પાટલા ઉપર ચક્રાદિક શો મૂક્યા તે આ પ્રમાણે– - ચક ૧, ખડ્ઝ ૨, ધનુષ્ય ૩, વા ૪, ત્રિશૂળ પ, કુંત ૬, તેમર ૭, મક્ષિકા ૮, પરશુ ૯, શકિત ૧૦, ભડભાલ ૧૧, ભાલા ૧૨, ફ્યુરિકા ૧૩, મૂશળ ૧૪, સીર ૧૫, તલવાર ૧૬, ગદા ૧૭, ઘન ૧૮, મુષ્ટિ ૧૯, પદિશ ૨૦, દુસ્કેટ ૨૧, મુદ્દગર ૨૨, કપાલિકા ૨૩, કણપ ૨૪, કંપન ૨૫, પાશ ૨૬, ગુલિકા ૨૭, લુંટ ૨૮, શંકુ ૨૯, ગ્રહ ૩૦, ગોફણ ૩૧, કુદ્દાલ ૩૨, કર્તરી ૩૩, કરપત્ર ૩૪, બૂસ ૩૫, અને યષ્ટિ ૩૬.
આ છત્રીશ જાતિના શને દેવની જેમ ભક્તિથી સુભટોએ શુદ્ધ જળવડે સ્નાન કરાવ્યું.
પછી સુગંધી ચંદનનું વિલેપન કરી, મનહર પુષ્પવડે પૂજા કરી, તેમની પાસે ધુપ ઉખેવી, વાજિંત્રના મધુર વનિપૂર્વક ગીત અને નાટ્ય કર્યું. પછી બખ્તર, મસ્તકના ટેપ, પતિ, હસ્તી, રથ, અશ્વ તથા વ્યાધ્રાદિક વાહનના સંસ્કારાદિક કરવામાં સમગ્ર રાત્રી વ્યતીત કરી.
ત્યારપછી યુદ્ધના કૌતુકને ઈચ્છતા શૂરવીર મિત્રોને જેવા તથા તેમને પ્રસન્ન કરવા માટે સૂર્ય ઉદયાચળ પર્વતના શિખર પર આવ્યું, તે વખતે બન્ને સિનેમાં ભરી ૧, મલ ૨, કંસાલ ૩, મૃદંગ ૪, તલિમ ૫, ભંભ ૬, ઢક્કા ૭, હુડક ૮, ઝલ્લરી ૯, શંખ ૧૦, કાહલ ૧૧, પટલ ૧૨, ખરમુખી ૧૩, ભુંગળ ૧૪, મરક .૧૫, કરાટ ૧૬, પાનક ૧૭, અને ભાનક ૧૮ વિગેરે તથા ચુંબક ૧૯, બઈરી ૨૦, અને નિઃસ્વાન ૨૧ વિગેરે અનેક પ્રકારના વાજિંત્રે વાગવા લાગ્યા.
મેરૂ પર્વતથી ક્ષોભ પામેલા સમુદ્રના જાણે નાદ હોય એવા બને સૈન્યના નાદવડે કંપાયમાન થયેલા શેષનાગે પિતાની પીઠ ઉપર મહાકષ્ટ કરીને પૃથ્વીને ધારણ કરી. તે વખતે સર્વ દિશાઓ ગાજી ઊઠી, પર્વતની ગુફાઓ નાદ કરવા લાગી, આકાશ જાણે ફુટી જતું હોય અને પૃથ્વી જાણે ચારે બાજુથી પડી જતી હોય એવો ભયંકર દેખાવ થઈ રહ્યો. સિંહ અને શરભ વિગેરે કૃર શ્વાપદે પણ ભય પામીને જલ્દીથી ગુફાઓમાં પિસી ગયા અને મોટા સર્પો પાતાળમાં પિસી ગયા.