________________
-
~
~-
~
તેરમે સર્ગ.
३१७ ગજસેન ૧૧, ગજાનન ૧૨, અને ગજવિકમ ૧૩ વિગેરે રાજાએ હાથીપર બેસીને નીકળ્યા.
ત્યારપછી હવેગ ૧, મહાવાજી ૨, મહાશ્વ ૩, હયવાહન ૪, હયવીર ૫, હયાનંદ ૬, હયસાર ૭, હદય ૮, અશ્વવીર ૯, અશ્વસેન ૧૦, અાનંદ ૧૧, અશ્વવિકમ ૧૨, હયસેન ૧૩, અને હયાસ્ત્ર ૧૪ વિગેરે લાખો રાજાઓ અશ્વપર આરૂઢ થઈ નીકળ્યા.
ત્યારપછી સિંહ ૧, સિહગતિ ૨, સિંહવિકમ ૩, સિંહવાહન ૪, સિંહવીર ૫, મહાસિંહ ૬, સિંડાસ્ત્ર ૭, સિંહ કેસરી ૮, સિંહકેતુ ૯, સિંહમાલી ૧૦, નૃસિંહ ૧૧, સિંહકેતન ૧૨, અને સિંહસેન ૧૩ વિગેરે રાજાએ સિંહપર આરૂઢ થઈ લડાઈ કરવા ચાલ્યા.
વ્યાઘમાલી ૧, મહાવ્યાવ્ર ૨, વ્યાધ્રાસ્ત્ર ૩, વ્યાઘવિક્રમ ૪, અને વ્યાવ્રસેન ૫ વિગેરે ખેચર દ્ધાઓ વાઘપર આરૂઢ થઈને શીધ્રપણે ચાલ્યા. શાર્દુલ ૧, શાર્દૂલાસ્ત્ર ૨, શાર્દુલાનંદ ૩, શાર્દુલકેતન ૪, અને શાર્દૂલવિક્રમ પવિગેરે સુભટે શાર્દૂલ-શિયાળ પર આરૂઢ થઈને ચાલ્યા.
તેજ પ્રમાણે કેટલાક વરાહ-મુંડના વાહનવાળા, કેટલાક સર્પના વાહનવાળા, કેટલાક પાડાને વાહનવાળા અને કેટલાક શરભ-અષ્ટાપદ મૃગના વાહનવાળા એમ વિવિધ પ્રકારના વાહનવડે વિચિત્ર પ્રકારના શસ્ત્ર અને દવજને ધારણ કરતા કરોડો વિદ્યાધર સુભટ તથા સૈનિકે રણસંગ્રામમાં ઉત્સુક થઈ ઉતાવળા ચાલ્યા.
- આ રીતે કરોડો વિદ્યાધરોવડે પરિવરેલે ખેચશ્વર ચકાયુધ ગર્વના આવેશથી . “ થયેલા અપશુકનને પણ નહિ ગણતે સૈન્યના કેલાહલવડે તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને ગજાવતે મનુષ્યને વિષે ચકવર્તી સમાન બનેલે શત્રુ તરફ ચાલ્યું. એ રીતે ઉત્સાહથી જલ્દીથી નગર બહાર નીકળી સાયંકાળ થતાં પિતાના નગરના સીમાડા ઉપર
કુમારના સૈન્યની નજીકમાં નીતિ જાણવામાં નિપુણ એવા તે ચકાયુધે પડાવ નાખ્યો. .
આ પ્રમાણે સન્ય સહિત ખેચર ચકી ચક્રાયુધને આવ્યો જાણી શ્રીયાનંદના
આ સિન્યમાં પણ બેચરો એકઠા થયા. ચક્રાયુધના સૈન્યમાં એક હજાર અક્ષૌહિણી સેના મળી હતી અને કુમારના સિન્યમાં એક સો અક્ષૌહિણી સેના મળી હતી.
એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ અશ્વો અને ૧૦૯૩૫૦ સૈનિકે હેાય છે. સૈન્યના કલકલ શબ્દથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ