________________
છે જ્યાનંદ કેવળ ચરિત્ર પરંતુ જયલક્ષ્મીને કે અપ્સરાઓને વરે ત્યારે મને ઓળખજે-નેહ બતાવજે. તે વખતે મને ભૂલી જશે નહિ.” વળી કોઈ સ્ત્રી બેલી કે–
હે પ્રિય ! હાથીના કુંભસ્થલથી નીકળેલા મતીના સમૂહને લેતા આવજે, કે જેથી તે મોતીવડે તમારા જયને નિમિત્તે હું સાથિયા પૂરી શકું.” આ રીતે બોલતી પ્રિયાએને કઈ પણ પ્રકારે સ્વસ્થ કરીને તે વીર પુરૂષે યશને જ આગળ કરી મેટા ઉત્સાહથી નીકળી પડ્યા.
- હવે શત્રુરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનલ સમાન ચંડવેગ નામને સેનાપતિ કરેડે સુભટ સહિત સિંહ જોડેલા રથમાં બેસીને નીકળ્યો. તેની પાછળ વજકંઠ ૧, તડિકૅગ ૨, ભાનુકેતુ ૩, મહાભુજ ૪, નરવીર ૫, કળાચંદ્ર ૬, કોશલ ૭, પવન ૮, અંગદ ૯, હરિવર ૧૦, મહાકતિ ૧૧, સુયશ, ૧૨, નંદન ૧૩, , પૃથુ ૧૪, બલવીર ૧૫, કૃતાંત ૧૬, ધૂમકેતુ ૧૭, અભીષણ ૧૮, ધૂમાક્ષ ૧૯ વિગેરે કાયર જનોથી તે જોઈ પણ ન શકાય તેવા લાખે ખેચર રાજાએ હાથીવડે જડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ મદન ૧, કાસર ૨, કામકેતુ ૩, ભીમ ૪, મહાશય ૫, પ્રતાપ દ, તપન ૭, અક્ષોભ ૮, રમણ ૯ અને કામનંદન ૧૦ વિગેરે લાખો વિદ્યાધર રાજાએ વીરના સમૂહને પણ ભય ઉપજાવતા સિંહથી જોડેલા રથમાં બેસીને શીધ્રપણે નીકળ્યા.
તેમની પાછળ પ્રહૂલાદ ૧, ચપળ ૨, ચંડવેગ ૩, શત્રુદળ ૪, અંકુશ ૫, ગદાધર ૬, મહાપાણિ ૭, સુવત્ર ૮, અને વજકેતન ૯વિગેરે મહાબળવાન શત્રુઓને તૃણ સમાન ગણતા લાખો ખેચર રાજાઓ વાઘથી જેડેલા રથમાં બેસીને નીકળ્યા.
તેમની પાછળ સાગર ૧, કોધન ૨, ભીમ ૩, વાયુધ જ, શતાયુધ ૫, રણચંદ્ર ૬, મહાર ૭, મુજ ૮, કુલિશાયુધ ૯ પૂર્ણ ચંદ્ર ૧૦, અને મહાસ્ત્ર ૧૧ વિગેરે યુદ્ધના ઉત્સાહવડે રોમાંચિત થયેલા શરીરવાળા લાખો રાજાઓ અશ્વથી જડેલા મેટા રથમાં બેસીને નીકળ્યા.
તેમની પાછળ બળ ૧, કામાંકુર ૨, ધમાલી ૩, સિંહ ૪, શતાયુધ ૫, વજ માલી ૬, મહાવક ૭, વિજય ૮, ચકધારી ૯, દુરંત ૧૦ અને દુર્ધર ૧૧ વિગેરે ઘણા ખેચર રાજાઓ પરિવાર સહિત વિમાનમાં બેસીને નીકળ્યા.
ત્યારપછી ગજસિંહ ૧, ગજાનંદ ૨, ગજદેવ ૩, ગજપ્રભ ૪, ગજવીર પ, ગજપ્રીતિ ૬, ગજકેલિ ૭, ગજવજ ૮, ગજગ ૯, ગજાધાર ૧૦,