________________
१४
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણેના મંત્રીઓના વચને સાંભળી એષ્ઠને વક કરી ભુજા અને વિદ્યાના બલથી ગર્વિષ્ઠ થયેલે રાજા જે કે અન્યની સહાય વિના જ જય મેળવવાનો અર્થી હત, તે પણ તે મંત્રીઓ માનવા લાયક હોવાથી તેણે તેમનું વચન માન્ય કર્યું, અને શત્રુઓને કહેવરાવ્યું કે –“સંગ્રામની સામગ્રી તૈયાર કરીને હું આજથી ત્રીજે દિવસે યુદ્ધ કરવા આવીશ, ત્યાંસુધી તમારે સજજ રહીને રાહ જોવી.” - ત્યાર પછી તે ચક્રીએ એકસાથે ચારેબાજુ દૂત મોકલીને બન્ને શ્રેણિમાં રહેલા રાજાઓને પિતપતાના સૈન્ય સહિત બેલાવ્યા, એટલે સ્વામીના કાર્યમાં તત્પર એવા તેઓ શીઘપણે ત્યાં આવ્યા. પછી ખેચરરાજાને પ્રણામ કરી તેની શિક્ષાને અંગીકાર કરી તથા તેને સત્કાર પામી તેઓ યુદ્ધની તૈયારી માટે તૈયાર થયા.
હવે મુકરર કરેલા દિવસે યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા ખેચરે પ્રાતઃકાળે શુભ અવસરે દેવપૂજા અને ભજન વિગેરે કર્યું. ત્યારપછી મંગળ આચાર કરી તે વિદ્યાધર ચકવર્તી યુદ્ધને લાયક સર્વ સામગ્રી સહિત ઉન્મત્ત હાથી પર આરૂઢ થયે. મસ્તકપર છત્ર ધારણ કરી ચામથી વીંઝાતો તે રાજમહેલમાંથી બહાર નીકળે. તેની પાછળ વિવિધ શસ્ત્રોથી ભરેલા તૈયાર રાખેલા રથ ચાલ્યા.
તેમજ ચકવેગ ૧, મહાગ ૨, વીરાંગદ ૩, મહાબળ ૪, સુષેણપ, સુમુખ ૬, નંદ ૭, ધીરસેન ૮, દઢાયુધ ૯, ચંદ્રસેન ૧૦, મહાન ૧૧, વજાનન ૧૨, મહાયુધ ૧૩, સુધીર ૧૪, ભાનુ ૧૫, ભૂવાર ૧૬, શુરવીર ૧૭; વિપ્રભ ૧૮, વજાક્ષ ૧૯, વમાલી ૨૦, સિંહ ૨૧, ચંદ્રમુખ ૨૨, અશનિ ૨૩, મહાબાહુ ૨૪, મહાવીર્ય ૨૫, ચંદ્રાભ ર૬, અને ચંદ્રકેતન ૨૭ વિગેરે નામવાળા અને જગતમાં અદ્ભુત પરાકમવાળા તેના બાર હજાર કુમાર હતા. તેઓ પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરી હાથી, અશ્વ, રથ, સિંહ, ભુંડ, સર્પ અને મૃગ વિગેરે મોટા અને વિચિત્ર વાહન પર આરૂઢ થઈ યુદ્ધમાં આવવાને તૈયાર થયા. શીધ્રપણે અંધકારને વિનાશ કરવામાં સમર્થ એવા અને તેજસ્વી તે સર્વ કુમારે સૂર્યની ફરતા કિરણની જેમ તે ચક્રીને ચારેબાજુથી વીંટાઈ વળ્યા.
પછી પ્રલયકાલના મેઘની ગર્જનાને તિરસ્કાર કરવામાં ધુરંધર ઘણું વાજિંત્રોના શબ્દ એકી સાથે આકાશમાં પ્રસરી ગયા. તે નગરના રહેવાસી તથા બીજા નગરમાંથી આવેલા સર્વે સુભટો “હું પહેલે, હું પહેલે” એમ કહેતા યુદ્ધને માટે નીકળ્યા.
અનેક સુભટની માતા અને પ્રિયાઓ તેમને જય થવાને માટે દેવેની ઘણા
JD 2 /