________________
તેરમે સગે. •
• આ પ્રમાણે મંત્રીઓની વાણી સાંભળી તે ચક્રાયુધ ખેચશ્વર બે કે–“હે મંત્રીઓ ! તમે જે અનિષ્ટની શંકા લાવો છે, તેનું કારણ મારા ઉપર તમારે સ્નેહ જ છે. પરસ્ત્રીએ હઠથી ગ્રહણ કરેલી મારી પુત્રીને જે હું સહન કરું-લઈ જવા દઉં તે પિતાની સંતતીનું પણ રક્ષણ નહિ કરવાથી મારે છે મહિમા થાય ?
આ પવનવેગની પુત્રી વિદ્યા અને કેળાવડે ઉન્મત્ત થયેલી અને તુચ્છ પ્રકૃતિવાળી છે અને તેથી તેણીએ જ આ ચેષ્ટા કરી છે, કેમકે સ્ત્રીઓને પરિણામિકી બુદ્ધિ ક્યાંથી હોય ? અથવા સ્ત્રીનું રૂપ ધારણ કરનાર ભલે તે શ્રીયાનંદ હેય, તે પણ તેનાથી મને કાંઈ ભય નથી. જે એક તુચ્છ મનુષ્યથી હું ભય પામું તે મારું વિદ્યાધર ચક્રવર્તીપણું કેવું કહેવાય? જે કદાચ તેણે કીડા જેવા મનુષ્ય કે દેવને જીત્યા, કે કીડી જેવી દેવીઓને છતી. તેથી શું તેણે મારા શસ્ત્રો કુંડિત કર્યા કહેવાય ? જે કદાચ તેણે સલાટની જેમ કેટલીક શિલાઓ ભાંગી નાખી તે તેટલાથી તે કાંઈ મારા દિવ્ય શસ્ત્રોની શ્રેણિ સહન કરશે એવું અનુમાન નહિ થાય.
આ દક્ષિણ ભારતના નિવાસી મનુષ્ય, દેવ, અસુર અને વિદ્યાધરોમાં મારી આજ્ઞા ઓળંગીને ઉન્મત્ત થ હોય એ કઈ શું તમે જે કે સાંભળે છે ? વિદ્યા અને દિવ્ય શસ્ત્રોથી ઉત્પન્ન થયેલું મારું ભુજબલ શું કોઈ પણ ઠેકાણે ન્યૂન થયેલું તમે જોયું છે? કે મારો પરાભવ થયેલ તમે જે છે? કે જેથી તમે મને શત્રુને ભય બતાવે છે ? જે કદાચ તે ઈંદ્ર, કાર્તિકસ્વામી, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ કે શંકર હોય તે પણ તેમને હું જતું તેવો છું.
પવનવેગ વિગેરે જેઓ ચિરકાળ સુધી મારા સેવક થઈને આજે એક સ્ત્રીને અનુસરી શત્રુરૂપ થયા છે, તેમને મારું ચક શી રીતે સહન કરે? હું તેમને લીલામાત્રથી જ ત્રાસ પમાડીશ. અથવા મૃગલાઓને સિંહ હણે તેમ હું હણી નાખીશ, તે તમે સાક્ષાત્ જેશે. પુરૂષને વાણીને આડંબર કરે યોગ્ય નથી.”
આ પ્રમાણે ચકાયુધ રાજાના વચન સાંભળી મંત્રીઓ બેલ્યા–“હે સ્વામી ! જે તમારે આ જ નિશ્ચય હોય તે તમે તમારા સર્વ ખેચરરાજાઓને સૈન્ય સહિત બોલાવે; કેમકે તેજસ્વી પણ સહાય રહિત હોય તો તે શત્રુથી પરાભવ પામે છે. જેમકે સૂર્ય એકલે જ આકાશમાં ભમે છે, તે તે રાહુથી ગ્રસાય છે, અથવા તે પૂર્ણિમાને વિષે ચંદ્ર અલ્પ પરિવારવાળો હોવાથી રાહુવડે પ્રસાય છે, અને બીજ વિગેરે તિથિઓમાં તે ઘણું પરિવારવાળે હોય છે, તેથી તે પ્રસાતો નથી.”