________________
તેરમે સર્ગ. .
૩૬૧ તે ચિરકાળે મારા ભુજદંડની ખરજ મટાડવા માટે આ તો ઉત્સવને અવસર આવ્યો છે; અથવા આ શત્રુરૂપી ઈધણ વડે મારે પ્રતાપરૂપી અગ્નિ દેદીપ્યમાન થાઓ; પરંતુ જે અધમ સુભટો સ્ત્રીઓને આગળ કરીને યુદ્ધ કરવાના છે, તેમનાથી મારું યુદ્ધનું કૌતુક શી રીતે પૂર્ણ કરી શકાશે? તે પણ પિતાના આત્માને નહિ જાણનારા તેઓ મારી પ્રજાને અત્યંત ભય પમાડે છે, તેથી કાગડા જેવા તેઓને હુ ત્રાસ પમાડી મારી કન્યાને પાછી લાવું.”
આ પ્રમાણે વિચાર કરી ચકાયુધ રાજાએ સૈન્ય તૈયાર કરવા માટે રણભેરી વગડાવી, એટલે તેના નાદવડે સર્વ સુભટે રણસંગ્રામને માટે તૈયાર થયા. પછી તે ચકાયુધ રાજા પૂર્વાચલ ઉપર સૂર્યની જેમ પિતાના મન્મત્ત હસ્તીપર ચઢવાને ઉભો થયો, તે વખતે તેના મસ્તક પરથી મુકુટ પડી ગયે, જાણે ભય પામ્યો હોય તેમ તે હાથીને એકી વખતે ઝાડો પેશાબ થઈ ગયા, સામે છીંક થઈ, ચાલતાં વસ્ત્રથી પગની ખલના થઈ, ચામર ધારણ કરનારીના હાથમાંથી ચામર પડી ગયા, અને કારણ વિના છત્રને દંડ પડતા પડતા કંપવા લાગ્યો. આવાં અપશુક જોઈ મંત્રીઓએ તે ખેચરરાજને વિનંતિ કરી કે
હે સ્વામી ! આવાં અપશુકને થવાથી તમારે યુદ્ધ માટે પ્રયાણ કરવું એગ્ય નથી. માટે અમારી વિનંતિ ધ્યાનમાં લે, અને એકવાર આસન પર બેસે.” તે સાંભળી બેચરરાજાએ તે પ્રમાણે કર્યું. “હિતવચનને કણ ન માને ?”
પછી મંત્રીઓ બોલ્યા કે –“હે સ્વામી ! વીરોના સમૂહથી યુક્ત એવું તમારું સૈન્ય અત્યાર સુધી પૂર્વે કોઈ પણ ઠેકાણે પાછું હઠયું નથી, તે સૈન્ય જેણે એક કીડામાત્રમાં ભાગી નાખ્યું, તે સ્ત્રી જાતિ શી રીતે હોઈ શકે ? તથા તે બીજી સ્ત્રીઓને પણ શી રીતે હિંમત આપી શકે? તેમ જ સ્ત્રીના પરિવારમાં પણ સ્ત્રીઓ જ સુભટના જેવી હેય, તે પણ કેમ સંભવે ?
વળી પિતાને જ સુભટ તરીકે માનવાવાળા તે પવનવેગ વિગેરે તથા ભોગરતિ વિગેરે મોટા રાજાઓ એક સ્ત્રીને અનુસરે એ પણ કેમ સંભવે? તેથી દેવીઓએ જેના ગુણ ગાયા છે એ આ વજસુંદરીને પતિ તમારી તિરસ્કારવાળી વાણીથી કોધ પામેલ શ્રીજયાનંદકુમાર જ હોવો જોઈએ. “તમે સ્ત્રીથી જીતાયા” એવી પ્રસિદ્ધિવડે તમને દુર્યશ અપાવવાની ઈચ્છાવાળા તેણે પરિવાર સહિત વિઘાવડે સ્ત્રીના શરીરવાળી આકૃતિ ધારણ કરી જણાય છે. આવી રીતે અહિં આવી તે વીરપુરૂષને એગ્ય એવી ચેષ્ટા કરે
અને તેના
પર
જ.-૪૬