________________
૩૬૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે વખતે ભયંકર શબ્દવાળા કહલ નામના વાજિંત્ર તડતડ વાગવા લાગ્યાં, ભયંકર શબ્દ કરવાવડે વાચાળ થયેલા શસ્ત્રધારી સુભટો આમતેમ દેડવા લાગ્યા, ભયના કોલાહલથી વ્યાપ્ત થયેલા કાયર મનુષ્ય નાશી જવા લાગ્યા, ભયથી ત્રાસ પામેલી સ્ત્રીઓ કેડમાં બાળકને ધારણ કરી આકંદ કરવા લાગી, ત્રાસથી ઉદ્ધત થયેલા હાથીઓ બંધનના ખીલાને મૂળથી ઉખેડી નાખી ચારેબાજુ ઈચ્છા પ્રમાણે ભમવા લાગ્યા, અશ્વો સ્વારને પાડી નાખી ભયંકર હષારવ કરતા ભમવા લાગ્યા, ગાયે બંધનના દેરડાને તોડી ભેંકાર શબ્દ કરતી ભયંકર દેખાવા લાગી, ભયથી વિહળ થયેલી ભેંશ કાન અને મુખ ઉંચા રાખી ભયંકર શબ્દ કરવા લાગી,
દરેક શેરીઓમાં ત્રાસ પામેલા પશુઓના સમૂહો પગના આઘાતવડે પૃથ્વીને કંપાવી ભય પામતા સ્ત્રી, પુરૂષ અને બાળકને પાડી દેવા લાગ્યા, જળ ભરનારી સ્ત્રીઓના અંગ, કંપવાથી તેમના મસ્તક પર રહેલા ઘડાઓ પડીને ફૂટી જવા લાગ્યા, સ્ત્રીઓનાં અંગે પરથી આભૂષણે પડી જવા લાગ્યાં તેને તેમને ખબર પણ ન પડી, કુમાર આવે ત્યારે જાણે સાથીઆ પૂરવા માટે જ હોય તેમ સ્ત્રીઓના હાર તુટી તુટીને મોતીના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે વ્યાકુલ થયેલું નગર જોઈ કેટલાક બોલ્યા કે –“અહો ! આવા આપણા નગરને સ્ત્રીઓ પણ ક્ષેભ પમાડે છે તે આશ્ચર્ય છે.” ત્યારે બીજા બેલ્યા કે—“આ સ્ત્રીઓ નથી, પણ સ્ત્રીરૂપધારી કોઈ મહા સુભટે જણાય છે. ” કેટલાક બોલ્યા કે –
આ તે સ્વર્ગનો સ્વામી ઇંદ્ર કે કઈ લેકપાલ શત્રુરૂપ થઈ સૈન્ય સહિત આવ્યો જણાય છે. કેમકે આ ચકાયુધ સાથે બીજો કોઈ યુદ્ધ કરી શકે તેવું નથી.” વળી કેટલાક બોલ્યા કે–
આ મુગ્ધ જને શા માટે ફગટ ભય પામે છે? કેમકે આપણુ ચકી રાજા પાસે બીજા સુભ, શત્રુઓ કે સિન્થ શું હિસાબમાં છે?”
આ પ્રમાણે શત્રુના સૈન્યના આવવાથી પિતાના નગરને ક્ષેભ થતે જાણી શકાયુધ ક્રોધ પામીને બોલ્યો કે–“અરે! કોણ આ મરવાની ઈચ્છાવાળા આવ્યા છે? ત્યારે ચરપુરૂએ પવનવેગ વિગેરે સર્વ ખેચર રાજાઓનાં નામ આપીને સર્વ વૃત્તાંત કહ્યો તે સાંભળી ચકી બોલ્યા કે –
અહે! હું પણ મારા નગરને ક્ષોભ જઈ રહું એ આશ્ચર્યકારક છે. અહો! એક રંડાએ પણ મારું સિન્ય ભાંગ્યું, અને મારા પુરને ભયભીત કર્યું, તથા શત્રુઓએ સીમાનું ઉલ્લંઘન કર્યું. આ સર્વ થતાં તે મારું જીવિત હાંસીના સ્થાનરૂપ થયું. અથવા