________________
તેરમે સ
રૂપ
ત્યારે તે સૈન્યમાં વિમાન, હસ્તી અને અશ્વપર આરૂઢ થયેલા મોટા સુભટાએ તે સ્ત્રીઓ સાથે મેટુ યુદ્ધ કર્યુ. તેમાં સુભટસ્ત્રીઓ ભગ્ન થઈ તે જોઈ તેમનુ' રક્ષણ કરવા માટે તે કુમારસ્ત્રી વિવિધ શસ્રોવડે તે વિદ્યાધરના સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગી. તેમાં તેણીએ તત્કાળ ગદાવડે પાપડની જેમ વિમાનને ચૂર્ણ કરી નાખ્યા, હાથીઓને તેની ઉપર બેઠેલા ચાદ્ધા સહિત ગડશૈલની જેમ આળેાટતા કરી દીધા, જાણે ગરૂડ ભમતા હાય તેમ રથાને આકાશમાં ભમતા કરી દીધા અને ખેતરમાં રહેલા ચાડીઆની જેમ લીલાવડે પિત્તઓને ભૂમિપર પાડી દીધા.
એ રીતે જેમ હાથી કેળના વનને ભાગે અને હિમ કમળના વનને ખાળે તેમ સ્ત્રીરૂપ કુમારે ક્ષણવારમાં વિદ્યાધરનુ સૈન્ય ભાગી નાખ્યું. કુમારરૂપ સ્ત્રીના પ્રતાપથી રૂધિરને ઝરતા તે. સુભટો માન મૂકી, પ્રાણાને ગ્રહણ કરી, લજજાના ત્યાગ કરી, શીઘ્ર નાશી જઈ ને નગરમાં પેસી ગયા. સ્ત્રીએથી પરાજય પામ્યાની લજ્જાવડે ખેચરપતિને પેાતાનુ મુખ દેખાડવા અશક્તિમાન થયેલા તેના વૃત્તાંત ચર પુરૂષોએ ચક્રીને જાહેર કર્યાં, ત્યારે ખેદ, લજજા, આશ્ચય અને ક્રોધથી વ્યાકુળ થયેલે ખેચરપતિ પુત્રીને પાછી લાવવાની ઈચ્છાથી પાતે યુદ્ધ કરવા ઉડસ્રો-તૈયાર થયા; પરંતુ તેને વિચાર થયા કે—
“ વિદ્યાધર સુભટોને વિનાશ કરનારા મારા માણે। શ્રીઓ ઉપર પડતાં લજજા પામશે, તેમ મને પણ સ્ત્રીઓ સાથે યુદ્ધ કરતાં લજ્જા આવશે ” એમ વિચારી તે પાછે બેસી ગયા અને શુ' કરવુ' તેના વિચાર કરવા લાગ્યા.
..
શત્રુના જયમાં ખીજાને ભાગ નહિ આપવાના વિચારવાળા-લેાભી પ્રકૃતિવાળા કુમારરાજની સ`મતિ લીધા વિના જ માયાવી સ્ત્રીઓએ બેલાવવાથી સૈન્ય સહિત પવનવેગ વિદ્યાધરરાજ ત્યાં આવી પહેાંચ્યા. તેના બેાલાવવાથી ભાગરતિ વિગેરે આડે ખેચર રાજાએ પણ ત્યાં આવ્યા.
ખેચરરાજા ચંદ્રગતિ પણ આળ્યે, તથા તેમની સાથેના મિત્રાઈના સબ ધથી ખીજા પણ ઘણા ખેચરરાજાએ શીવ્રપણે સૈન્ય સહિત આવ્યા. પ્રાયે કરીને દક્ષિણ શ્રેણિમાં પવનવેગ રાજા ઘણા ખેચર રાજાઓને માનવા ચેાગ્ય હતા, તેથી તેના બેલાવવાથી તેઓ સર્વે` આવ્યા. સમગ્ર યુદ્ધની સામગ્રી સહિત સૈન્યેાવડે વૈતાઢચ પતને ક'પાવતા તથા વાજિત્રાવડે દિશાઓને ગજાવતા તે વિદ્યાધર રાજાઓને જોઈ ચક્રાયુદ્ધ રાજાના નગરમાં મીન રાશિમાં રહેલા શશિનની જેમ સજને જાણે રક્ષણ રહિત થયા હાય તેમ ભયથી મોટા ક્ષેાભ પામ્યા.
૧. નાની ટેકરી.