________________
૩૫૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
કહ્યું કે બહેન ! સ્ત્રીઓને વિષે રંભા જેવી તું શું ઇંદ્ર જેવા તે નરરત્નને પતિ કરવા ઈચ્છે છે ? તે એલી કે– જે પેાતાના હાથવડે ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તે અવશ્ય હાંસીને પાત્ર બને છે. તેની જેવા આ અસાધ્ય કાર્યોંમાં હુ શુ એવુ ?
ત્યારે તેઓ ખાલી કે—‹ વસુંદરીને કાંઈ પણ અસાધ્ય નથી; કેમકે તે કળાવડે અને પરાક્રમવડે પણ જગતને જીતે એવી છે; પરંતુ તારા મનની સ્થિરતાને અમે બરાબર જાણી શકતી નથી. કેમકે પ્રાયે સ્ત્રીઓનું હૃદય નેત્રના અગ્રભાગ જેવુ ચપળ હાય છે. માટે ચલાચલ એવા ચિત્તના પ્રત્યેાજનવાળા વિષમ કાય માં કાણુ ડાહ્યો માણસ યત્ન કરે ?
તે સાંભળી તે કન્યા ખાલી કે—“ તમારા સંગથી મારૂં હૃદય દૃઢ જ છે. જેમ નિન માણસ નિધાનની, રોગી માણસ અમૃતની અને તરા માણસ નિર્મળ જળની ઈચ્છા કરે છે, તેમ વિશ્વને વિષે ઉત્તમ એવા તે વરની ઈચ્છા કાણુ ન કરે ? ત્યારે તેઓ ખેલી કે—“ જો તું સત્ય કહેતી હાય તે જલ્દીથી તૈયાર થઈ જા. તે સાંભળીને તે ચક્રસુદરી પાતાના વસ્ત્ર અને અલંકાર વગે૨ે લઈ તૈયાર થઈ તેમની પાસે આવી. ત્યારે તેઓએ આ સર્વ હકીકત માયાવી વસુદરીને નિવેદન કરી. તે સાંભળી તેણીએ વિદ્યાવડે એક માટુ વિમાન બનાવ્યું. તેમાં તે ચંદ્રસુંદરીને તથા તે માયાવી સ્ત્રીઓને બેસાડી પેાતે આકાશમાર્ગે વિમાન ચલાયુ; અને રાજાના મહેલ : ઉપર જઈ વાસુંદરીએ માટે સ્વરે ઘાષણા કરી કે—
પેાતાના આત્માને વીર માનનારા હૈ વિધાધરરાજના સુભટા ! સાંભળે—શ્રીજયાનંદ કુમારને માટે આ ચક્રાયુધ રાજાની ચક્રસુંદરીને હું હરી જાઉં છું, માટે જે મળવાન હાય તે આને મૂકાવા આવેા. પાછળથી તમે મને છળ કપટ કરનાર કહેશે નહિ. ’ આ પ્રમાણે કહી તે માયાવી સ્ત્રી નગરની બહાર ગઈ, અને કેટલીક સ્ત્રીઓને માકલી પ્રથમ પ તમાં છુપાયેલાં શસ્રો મંગાવી લીધાં. અહિ' વસુ ંદરીના કહેલાં વચને સાંભળી ખેચરચક્રી આશ્ચય પામ્યા કે
“ અહા ! એક સ્ત્રી પણ આવુ. પરાક્રમ અને આવા અન્યાય કરે છે? એમ ખેલતાં તેણે ઘણા સુભટાને તેની પાછળ મોકલ્યા. કન્યાને પાછી લાવવા ચક્રીએ આજ્ઞા જેને આપેલી તે સુભટાએ તે માયાવી સ્ત્રીઓની સાથે યુદ્ધ કર્યુ. તેમાં માયાવી સ્ત્રીઓએ તત્કાળ તેમને હરાવ્યા, એટલે તે પાછા હઠી શહેરમાં આવ્યા. સ્ત્રીએથી પેાતાને પરાજય લજ્જાને લીધે તેએ કહી શકચા નહિ, પરંતુ તેમને લેાહીથી વ્યાપ્ત થયેલા જોઈ ચકીએ આશ્ચય અને ક્રોધ પામી મેટુ' સૈન્ય મેાકલ્યુ.
022