________________
તેરમે સગ.
ઉપહ ત્યારે જ પિતાની કળાની સીમારૂપ આ સ્ત્રીને પ્રયત્નપૂર્વક બનાવી જણાય છે. આના રૂપને અનુસારે આને વિષે કળાઓ પણ તેવી ઉત્તમ જ હશે.” એમ વિચારી રાજાએ તેણીને નાટચ કરવાની આજ્ઞા આપી. એટલે તેણીએ તે માયાવી સ્ત્રીઓ સહિત ગીત અને વાજિંત્રથી મનહર એવું અદ્ભુત નાટ્ય કર્યું. તે જોઈ રાજાદિક સર્વે પ્રસન્ન થયા.
રાજા તેઓના સમાન અને સર્વોત્તમ વસ્ત્રો અને અલંકારો જોઈ આશ્ચર્ય પામ્યો, અને તેથી કરીને તેમને ઈનામ તરીકે શું આપવું તે તેને સૂઝયું નહિ. પછી રાજાએ તેમને બહુમાનથી ગરાસ, દાસી વિગેરે સામગ્રી આપીને એક મહેલમાં રહેવા મોકલી, અને નાટ્ય શીખવવા માટે પોતાની પુત્રી ચકસુંદરી તેણીને સોંપી. ત્યાં પરિવાર સહિત રહેતી વજસુંદરી પિતાની જેવા રૂપવાળી ચક્રસુંદરીને નાટય શીખવવા લાગી. વિનયવાળી, સૌભાગ્યવાળી, સર્વ ગુણવાળી, મધુર ભાષણ કરનારી, વજસુંદરી ઉપર પ્રીતિને ધારણ કરનારી અને બુદ્ધિવડે સરસ્વતીને તિરસ્કાર કરનારી તે ચકસુંદરી વાસુંદરીની પાસે શીખવા લાગી. તેમાં ગાવાને પ્રસંગે માયાવી સ્ત્રીઓ ગિનીઓએ રચેલું શ્રીજયાનંદ કુમારરાજનું ચરિત્ર ગીતમાં ગાતી હતી. પ્રૌઢ અને ઉજવળ વૃત્તાંતવાળા તે ગીત સાંભળી ચક્રસુંદરી તે કુમારપર પ્રીતિવાળી થઈ, તેથી તેણીએ એકદા તે સખીએને પૂછયું કે—
“હે સખીઓ ! જેનું તમે નિરંતર ગીત ગાઓ છે તે શ્રીજયાનંદ કુમાર કોણ છે અને ક્યાં છે? આવો કુમાર તે ચકવતી અથવા ચક્રવર્તી જે જ સંભવે છે. બીજામાં તેવા ગુણો હોવા સંભવતા નથી.” તે સાંભળી તે માયાવી સ્ત્રીઓ બોલી કે –
ક્રીડાપર્વત પર ગાયન કરતી ગિનીઓના સમૂહ પાસેથી સાંભળીને આ ગીત અમે શીખેલ છીએ. તે કુમારને અમે સારી રીતે તે ઓળખતી નથી, પરંતુ ગુણવડે આ વજસુંદરીના સ્વામી હોય તેવો સંભવ છે. કેમકે જ્ઞાનીએ આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાળે તેને જ સર્વોત્તમ પુરૂષ કહ્યો છે.” - તે સાંભળી તેની કળા, પ્રકૃતિ અને સજજનતા વિગેરે ગુણોથી અત્યંત રંજીત થયેલી તે ચકસુંદરી માયાવી વજસુંદરીને મેટી બહેનપણે માની તેની સાથે જ રહેવાનું ઈચ્છવા લાગી. તેમજ તે વિચારવા લાગી કે –“મારાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જેથી મારે આવા ગુણવાળો પતિ થાય અને આવી બહેનને નિરંતર સમાગમ રહે? પરંતુ વાસુંદરીનું હઠથી પાણિગ્રહણ કરવાને લીધે તે કુમારપર મારા પિતા તે દ્વેષ રાખે છે, તેથી તે મને શી રીતે તેને આપે ? માટે હું ધારું છું કે મારાં અભાગ્ય જ છે.”
આ રીતે નિરંતર ચિંતા કરતી તેને જઈ એક દિવસ તે માયાવી સ્ત્રીઓએ તેણીને