________________
૩પ૬
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આજ્ઞા આપી છે તે સર્વ જે તમે અંગીકાર કરતા હે તે મારી કન્યાને નાટય શીખવવા માટે વજસુંદરીને મોકલે, નહિ તે હું ત્યાં આવ્યું જ છું એમ સમજી યુદ્ધને માટે તત્કાળ તૈયાર થજો, અથવા રાજ્યને ત્યાગ કરીને તમે સર્વે ચાલ્યા જજે, એ સિવાય બીજી કોઈ તમારી ગતિ નથી.”
તે સાંભળી પવનવેગે તેમને કહ્યું કે–“સ્વામીની આજ્ઞા કોણ ન માને? માટે ગ્ય સામગ્રી તૈયાર કરીને તમારી સાથે જ હું વજસુંદરીને મેકલીશ. તેથી આજે તમે અહિં રેકાઓ.” એમ કહી તેમને આનંદ પમાડી તેમને માટે ભેજનાદિકની સામગ્રીને બંદોબસ્ત કરી તેમને ઉતારે મોકલ્યા.
હવે રાત્રીએ શ્રીજયાનંદ રાજાએ પરીક્ષાપૂર્વક શસ્ત્ર, શાસ્ત્ર જોઈ અને કળામાં નિપુણ એવા વીરાંગદ, મહાબાહુ, સુઘોષ, અને સુમુખ વિગેરે પાંચ યુવાન સુભટને એકઠા કરી તેમને વિદ્યાવડે ઉત્તમ અલંકારાદિક સહિત એક સરખા સ્ત્રીરૂપ બનાવ્યા, અને તે શ્રેષ્ઠ અલંકાર સહિત વજસુંદરીનું રૂપ ધારણ કર્યું. તેને ચિંતામણિના પ્રભાવથી અલંકારાદિક કાંઈ દુર્લભ નહોતું.
પછી પ્રાતઃકાળે પવનવેગે વજસુંદરીને ગુપ્ત કરી પ્રધાન પુરૂષની સમક્ષ માયાવી વજસુંદરી-શ્રીજયાનંદ રાજાને આજ્ઞા કરી કે –“હે પુત્રી ! તું આ પ્રધાન પુરૂષ સાથે જા અને ત્યાં આપનું સ્વામીની પુત્રીને નાટ્યકળા શીખવીને તેને પ્રસન્ન કરજે.”
તે સાંભળી માયાવી વજસુંદરીએ કહ્યું કે –“પિતાને આદેશ મારે પ્રમાણ છે.” એમ કહી પરિવાર સહિત તે સર્વે વિમાનમાં આરૂઢ થયા. તે વખતે તેઓએ શસ્ત્રોને ગુપ્તપણે પોતાની પાસે રાખ્યા હતા અને નાટયની સામગ્રીને પ્રગટપણે રાખી હતી. પછી ચક્રીના પ્રધાન પુરૂષોનું એક અને એક સ્ત્રીઓનું એમ બે વિમાને આકાશમાર્ગે ચાલ્યા, અને તત્કાળ ખેચરચકીના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. પછી તે સર્વ સ્ત્રીઓને ત્યાં જ રાખી પ્રધાન પુરૂષોએ શીધ્રપણે જઈ ચકીને હર્ષથી તેમના આવવાના સમાચાર આપ્યા.
ત્યારે તેમને બોલાવી લાવવા માટે આનંદ પામેલા ચક્રીએ દાસીને સમૂહ મોકલ્યો. તેટલામાં તે માયાવી સ્ત્રીઓએ પિતાનાં શસ્ત્રો પર્વત પર કઈ ઠેકાણે સંતાડી દીધાં. પછી દાસીઓના બોલાવવાથી તે સર્વે માયાવી સ્ત્રીઓ રાજાની પાસે આવી અને તે માયાવી વજસુંદરી લજજાવડે નીચું મુખ કરી ઉભી રહી. તેણીને જોઈ રાજાએ વિચાર્યું કે–
ખરેખર વિધાતાએ અપ્સરાઓને ઘડી ઘડીને જ્યારે અભ્યાસની નિપુણતા થઈ