________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર પણ તેમણે મારા પુત્રને છોડાવ્યો નહિ, તેથી બીજો ઉપાય નહિ હોવાને લીધે તેને મૂકાવનારને મેં મારી કન્યા આપી છે.”
તે સાંભળી દૂતે કહ્યું કે –“પરણેલી એવી પણ એને પાછો કન્યાને વેષ પહેરાવીને મારી સાથે મોકલે, નહિ તે તે બળવાન સ્વામી જરૂર તમારી ઉપર ક્રોધ પામશે; એટલે પછી તમારી અને તમારા જમાઈની શી ગતિ થશે? તે વિચારજે.” તે સાંભળી પવનવેગ વિદ્યાધર બોલ્યો કે
હે દૂત ! મારા પ્રાણને નાશ થાય તે પણ હું એવું નિધ કર્મ તે નહિ કરું. એમ કરવાથી મારું વિદ્યાધર કુળ લજજા પામે અને તે તારે સ્વામી પણ લજજા પામે. તેથી આ વૃત્તાંતને સ્વામી પાસે જઈ તું સામ વચનવડે સમજાવજે, હું પણ તેને પ્રસન્ન કરવાની બીજી યુક્તિ વિચારું છું.” આ પ્રમાણે સાંભળી તે દૂત ત્યાંથી ચાલ્યા ગયે.
ત્યારપછી પવનવેગે પ્રધાન સાથે વિચાર કરી બલવામાં નિપુણ એવા એક પંડિતને પ્રધાને સહિત ચકાયુધના નગરમાં મોકલ્યો. દૂતે જઈને પ્રથમથી જ બધે વૃત્તાંત કહ્યો હતા, તેથી તે વિદ્યાધર ચક્રવર્તી ક્રોધ પામ્યો હતો, તેવામાં તેઓએ જઈ તેને નમસ્કાર કર્યા. પછી તે પંડિત બે કે
હે પ્રભુ! તમે જય પામે, તમે વિશ્વના સ્વામી છે, કુલીન જનેમાં અગ્રેસર છે, ઇંદ્રને પણ જીતે તેવું તમારું બાહુવીર્ય છે, તમે સર્વ દુષ્ટ નીતિરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છો, નીતિરૂપી લતાના વનને વિકસ્વર કરવામાં મેઘ સમાન છો અને રાજાઓના પણ રાજા છે. કલંક રહિત ચંદ્રની કાંતિ જેવી ઉજવળ તમારી જે કીર્તિને મેરૂ પર્વતના વનમાં વિદ્યાધર, કિન્નર, સુર અને અસુરના યુગલે નિરંતર ગાયા કરે છે, તે કીર્તિને એક સ્ત્રીને માટે કેમ મલિન કરે છે?.
આ જગતમાં લાવણ્ય વડે અદ્ભુત રૂપવાળી કરડે ઉંચ કુળની કન્યાઓ છે, તેમને પરણી ઈચ્છા પ્રમાણે કીડા કરે, અને કીતિને હણનારી પરનારીને ત્યાગ કરે. હે પૃથ્વીના ઇંદ્ર! તમે શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયા છે, અને દેવ, ગુરૂ તથા ધર્મનું સત્ય તત્વ તમે જાણેલું છે, તે કુળને કલંક લગાડનાર બીજાએ પરણેલી સ્ત્રીને અભિલાષ કરતાં તમને શું લજજા આવતી નથી? હે ભુવનવીર! લક્ષ્મી, જ્ઞાન, ધર્મ, ધતિ અને કીર્તિ વિગેરેને નાશ કરનાર કામદેવને ધિક્કાર છે કે જે કામદેવના વશથી તમારા જેવાની બુદ્ધિ પણ આ પ્રમાણે કુમાર્ગમાં પગલું ભરવા ધારે છે. - હે બુદ્ધિમાન રાજા! પિતાના સેવક રાજા ઉપર પ્રસન્નતા લાવીને મને હર એવી
___
FREE F G Raa