________________
ઉપર
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર એકદિવસ સર્વ સ્ત્રીઓમાં સર્વથી તે કન્યાઓને સુંદર જાણી શકાયુધ રાજાએ પિતાના પુત્રો માટે દૂત દ્વારા તેમના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેઓએ ઉત્તર આપે કે –“વર કન્યાની લેણાદેણું વિગેરે જેવરાવીને પછી અમે પિતે જ ત્યાં આવી આપને વિનંતિ કરશું.”
આ પ્રમાણે ઉત્તર આપી દૂતને રજા આપી. પછી તે આઠે મિત્રો ભેગરતિની પાસે એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે પરિણામે હિતકારક વિચાર કરવા લાગ્યા–“જે આપણે ચકાયુધના કેઈ પણ એક કુમારને સર્વ કન્યાઓ આપીએ તે તેના બીજા કુમારે ઈર્ષ્યા કરે, અને જૂદા જૂદા કુમારેને આપીએ તો તે કન્યાઓ જ ભિન્ન ભિન્ન પતિને ઈચ્છતી નથી; તેમજ જે સર્વથા પ્રકારે તેના કુળમાં કન્યાઓ આપણે નહિ આપીએ તે તે આપણા જીવિત અને રાજ્યને સદેહમાં લાવી મૂકશે. તે એવા સંકટમાં આપણે શું કરવું?”
આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં ત્યાં એક નૈમિત્તિક આવ્યું, તેને તેઓએ બહુમાનપૂર્વક આ વિષમ કાર્યને નિર્વાહ પૂછડ્યો. ત્યારે તેણે નિમિત્તના બળથી જાણીને કહ્યું કે –“હે રાજાઓ ! ચકાયુધનું રાજ્ય હવે થોડા દિવસ જ છે, તેથી તેનાથી તમે શા માટે ભય પામે છે ?” તે સાંભળી તેઓએ પૂછયું કે
તેનું રાજ્ય મૃત્યુથી કે શત્રુથી તેનાથી હરણ થશે?” ત્યારે તે જ્ઞાની બોલ્યો કે –“શત્રુથી તેને પરાભવ થશે એમ મારા જેવામાં આવે છે.” આવું તેનું અસંભવિત વચન સાંભળી તેઓએ પૂછયું કે –“તેને શત્રુ એ કેણ થશે ? ” નૈમિત્તિકે કહ્યું–
“જે ગિનીઓ પાસેથી વાવેગને છોડાવશે, તથા વાકૂટ પર્વતને ચૂર્ણ કરી વજા મુખ દેવને જીતી જે ચંદ્રગતિની પત્નીને પાછી લાવી આપશે તે વીર પુરૂષ તેને પરાભવ કરશે. હે રાજાઓ! તમારે તે જ એગ્ય વરને તમારી સર્વ કન્યાઓ આપવી; કેમકે તે જ રાજા ભરતાદિકની જે વિશ્વનું પાલન કરનાર થશે.”
આ પ્રમાણે સાંભળી હર્ષથી તેઓએ તે નૈમિત્તિકન એગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી તરતજ ચંદ્રગતિને સર્વ વૃત્તાંત પૂછી તમારું ચરિત્ર તેની પાસેથી જાણી તેઓ પિતાનાં કાર્યની સિદ્ધિને માટે અહિ આવ્યા છે. તે ચકાયુધના ભયથી ગુપ્ત રીતે લગ્ન કરવાની ઈચ્છાવાળા આ રાજાઓને તેમની કન્યાઓનું પાણિગ્રહણ કરી તમે કૃતાર્થ કરે.”
આ પ્રમાણે કહી પવનવેગે તે રાજાઓને પ્રેરણા કરી, એટલે તેઓ પણ બેલ્યા