________________
तेरमो सर्ग
शान्ति प्रदेयादघविघ्नराशेः । श्रीशान्तिनेता स नवो विवस्वान् ॥ निहन्ति यो दुःखतमोवितानं । जगत्त्रयस्याऽप्यखिलं स्मृतोऽपि ॥ १ ॥
જે શાંતિનાથ પ્રભુ સ્મરણ કરવા માત્રથી પણ ત્રણ જગતના સમગ્ર દુઃખરૂપી અંધકારના સમૂહનો નાશ કરે છે, તે નવીન સૂર્ય સમાન શ્રી શાંતિનાથ ભગવાન પાપ રૂપ વિશ્વના સમૂહને શાંત કરો.
એકદિવસ પવનવેગની સાથે આઠ બેચરરાજાઓએ આવી શ્રી જયાનંદ રાજાને નમસ્કાર કર્યા. તેમને રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે હર્ષ પમાડી ગ્ય આસન પર બેસાડ્યા, પછી પવનવેગે તેમને વૃત્તાંત આ પ્રમાણે કહ્ય–
હે કુમારરાજ ! અહિ ભેગપુર ૧, વજપુર ૨, રત્નપુર ૩, મણિધામપુર ૪, વિરપુર ૫, રત્નાલયપુર ૬, કનક્પુ ર ૭, અને ગિરિચૂપુર ૮, આ આઠ નગરેએ કરીને આ વૈતાથ પવર્તની દક્ષિણ એણિ શોભે છે. - આ આઠ નગરના અધિપતિઓ અનુક્રમે આ ભેગરતિ ૧, ચંદ્રબાહુ ૨, મહાબાહુ ૩, ચંદ્રવેગ ૪, રવિપ્રભ પ, રત્નચંડ ૬, તદ્વેિગ, ચંદ્રાભ ૮ નામના રાજાએ છે. તે સર્વને મળીને બત્રીશ પુત્રીઓ છે; એટલે કે આ દરેક રાજાને ભિન્ન ભિન્ન પ્રિયાએથી ઉત્પન્ન થયેલી ચાર ચાર પુત્રીઓ છે. તે સર્વે પુત્રીઓ પ્રાયે દૈવયોગથી વય, રૂપ, કળા અને ગુણે કરીને સમાન છે. - જ્યારે અપ્સરાઓ અને તે પુત્રીઓ પરસ્પરનાં રૂપને જુએ છે ત્યારે પહેલીની એટલે અપસરાઓની દષ્ટિ નિમેષ રહિત થઈ જાય છે અને બીજી એટલે તે કન્યાઓની દષ્ટિ નિમેષ સહિત થાય છે. તે સર્વ કન્યાઓ એક સાથે જ કડા, વિદ્યા, કળા અને અભ્યાસ કરતી હતી, તે વખતે તેઓએ પરસ્પરના પ્રેમને લીધે એક જ પતિ સાથે પરણવાની પ્રતિજ્ઞા કરી છે.
૧ અર્થાત કન્યાઓનું રૂપ એટલું બધું મનોહર છે કે જેથી અપ્સરાઓની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ અને અપ્સરાઓનું રૂપ જોતાં કન્યાઓની દ્રષ્ટિ આશ્ચર્ય નહિ પામવાથી નિમેષવાળી જ રહી.