________________
બારમે સગ. ધીરજ આપવા માટે વિદ્યાધરો સાથે વિનતિ પત્ર અને ગિનીઓએ આપેલા અલંકારાદિક મોકલ્યા.
ત્યારપછી શ્રીજયાનંદ રાજાએ પવનવેગાદિક સહિત વૈતાઢય પર્વત પર જઈ ભાવયુક્ત હૃદયવડે હર્ષથી અનેક શ્રીજિનચૈત્યોને વંદના કરી. પછી પવનવેગ બહુ પ્રાર્થના કરી દાક્ષિણ્યતાના સમુદ્રરૂ૫ રાજાને પિતાના નગરમાં લઈ ગયે અને અનેક પ્રકારના ગૌરવ સહિત ત્યાં રાખ્યા.
પછી તે વિદ્યાધરના રાજા પવનવેગે પિતાની પુત્રી વજસુંદરીને તથા ચંદ્રગતિ વિદ્યાધરે લાવેલી તેની પુત્રી ચંદ્રસુંદરી બંનેને શુભ લગ્ન ઉત્સવ સહિત ચકાયુધના ભયથી થડા વિસ્તારપૂર્વક અત્યંત પ્રાર્થના કરીને શ્રીયાનંદ રાજા સાથે પરણાવી. તે પ્રસંગે તે બને વિદ્યાધર રાજાઓએ તેને હસ્તી, અશ્વ વિગેરે ઘણી વસ્તુઓ આપી. ' હવે પવનવેગની પાસે શત્રુમદન નામની વિદ્યા હતી, પરંતુ તે કષ્ટસાધ્ય હોવાથી તેને સાધવામાં તે સમર્થ થયો નહોતો, તેથી આ કુમારરાજ પિતાના ભાગ્ય, શીળ, સત્ત્વ અને ગુણવડે ઉત્તમ હોવાથી સાધી શકશે.” : એમ ધારી તે વિદ્યા સાધવાની વિધિ સહિત શ્રીજયાનંદકુમારને આપી. તેણે આપેલા મણિના મહેલમાં કુમારરાજ અને સ્ત્રીઓ સહિત આનંદથી રહ્યો. “જે ચકાયુદ્ધની સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો તું સૈન્ય સહિત આવી પહોંચજે.” એમ પવનવેગે ચંદ્રગતિને કહી તેને તેના રાજ્યમાં રવાને કર્યો. શ્રી જૈન ધર્મના પ્રભાવથી દેવને પણ જીતે એવા પરાક્રમવાળા શ્રીજયાનંદ રાજા વિદ્યાધરીઓએ રચેલા વનાદિક સ્થાનમાં બને પ્રિયાએ સહિત ક્રીડા કરવા લાગ્યા.
પાંચમા વ્રતની શુદ્ધિવડે કોશલને જીવ મણિશેખર મુનિ મોક્ષલક્ષમી પામ્યા, અને શ્રીયાનંદ રાજા પણ પરસ્ત્રીની ઈચ્છા રહિત હોવાથી ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારની સંપત્તિ પામ્યા.
આ પ્રમાણે શ્રીજૈનધર્મનું ફળ જાણીને તે ધર્મ કરવામાં તે ઉત્તમ જને ! તમારે અત્યંત ઉદ્યમ કરે, કે જેથી બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના શત્રુઓની - વિજયલક્ષમી મેળવીને શીધ્રપણે મોક્ષસુખની સંપત્તિ પામી શકે.
આ પ્રમાણે તપગચ્છના નાયક પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીજ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા “જયશ્રી ” એ
AN