________________
બારમે સર્ગ, નઝ બુદ્ધિવાળા વમુખે સમગ્ર શસ્ત્રોને ત્યાગ કરી ગર્વથી રાજાને મુષ્ટિયુદ્ધ કરવા બોલાવ્ય.
પરસ્પર મુષ્ટિના ઘાતથી ઉત્પન્ન થતા શબ્દવડે ભયંકર રીતે યુદ્ધ કરતા અને સર્વ પ્રકારે નિર્ભય એવા તે બને પૃથ્વી, વૃક્ષે અને પર્વતે સહિત કંપવા લાગ્યા. તે બનેની ગર્જનાથી દિશાઓ ગાજી ઊઠી, તેઓ નીચે પડતા ત્યારે પર્વતો પડી જતા હતા, તેઓ ઉડતા હતા ત્યારે કૌતુક સહિત દેવે આકાશમાં ઉડતા હતા, અને તેઓ પરસ્પર એક બીજાની પાછળ ભમતા હતા, ત્યારે તેમની પાછળ સર્વનાં નેત્રે ભમતાં હતાં. “કોણ બુદ્ધિમાન માણસો સ્વામીઓને ન અનુસરે ? ” ( આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા પછી રાજાએ તે દુષ્ટ દેવને તેના પગે પકડી કોધથી પિતાના મસ્તક ફરતો ફેરવ્યો, અને પછી બેબી જેમ વસ્ત્રને પછાડે તેમ તેને એક શિલાપર પછાડી તેની છાતી પર પગ મૂકી જગતને જીતનાર રાજાએ તેને કહ્યું કે—રે રે! દુષ્ટ દેવ ! હજુ પણ જે તારામાં કાંઈ બળ હોય તે તે બતાવ. નહિ તે ઈષ્ટ દેવનું સ્મરણ કર, અને એમ પણ ન કરવું હોય તે હરણ કરેલી સ્ત્રીને પાછી આપ.”
તે સાંભળી આકંદ કરતે તે દેવ બોલ્યા કે –“હે જગતમલે! મને મૂકી દે, - હું તારો દાસ છું, સર્વદા તારી સમગ્ર આજ્ઞાને હું પાળીશ.” તે સાંભળી કૃપાળુ શ્રી
જયાનંદ રાજાએ તેને મૂકી દીધો, અને દેવેએ તેના પર પુષ્પવૃષ્ટિ સહિત જય જય શબ્દ કર્યો.
પછી જલદી તે દેવે પિતાના ભવનમાં જઈ તે સ્ત્રીને લાવી રાજાને ભેટ કરી અને તેને નમસ્કાર કરી પિતાનો અપરાધ ખમાવ્યો. પવનવેગ વિગેરેએ હર્ષના શબ્દ કર્યા અને રાજાએ સ્તંભનથી મુક્ત કરેલા તે દેવના પરિવારે રાજાને નમસ્કાર કર્યો. પછી દેવે રાજાને કહ્યું કે- “હે વીર ! સુર, અસુર અને મનુષ્યને વિષે તારી જે પરાક્રમી, નીતિવાળો અને દયાળુ બીજે કઈ પણ નથી. હું અત્યાર સુધી કેઈથી જીતાયો નથી. આજે તે
મને લીલામાત્રથી જ જીતી લીધો છે અને કૃપા કરીને મને મુક્ત કર્યો છે, તે હવે - તને શું આપીને હું કૃતાર્થ થાઉં?” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે
મારે તારી પાસેથી કાંઈપણ જોઈતું નથી, પરંતુ અનંત ભવ સુધી દુઃખ આપવાના કારણરૂપ મિથ્યાત્વાદિકને તું ત્યાગ કર. મિથ્યાત્વ અને આરંભથી ઉત્પન્ન
uuUUA dule