________________
૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નગરમાં પહેલાં કોઈ અલ્પઅપરાધી ચારને રાજાએ મરાવી નાંખ્યા હતા, તે અકામનિરાના સબંધથી વ્યંતરપણુ પામ્યા હતા. તે વિભ`ગજ્ઞાનથી પેાતાના પૂર્વભવ જાણી રાજા ઉપર કાપ પામ્યા. પરંતુ તેનાપર તેની શક્તિ નહીં ચાલવાથી તે વ્યંતરે હાથીએમાં મરકી ઉત્પન્ન કરી. તે જાણી ખેદ પામેલા રાજાએ તેની શાંતિને માટે હસ્તીના વૈદ્યો પાસે ઘણા ઉપાયેા કરાવ્યા, પરંતુ શાંતિ થઈ નહીં. ત્યારે રાજાએ તેને ઉપાય જાણવા માટે ચતુરાઈમાં નિપુણ એવા મંત્રીને આદેશ કર્યાં. એટલે તે મંત્રી પણ તે વિષે ચિંતાતુર થયેા.
એકદા તે મંત્રી નગરહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં ગીત અને વાજીંત્રના ધ્વનેિ સાંભળી વિસ્મય પામી મુનિની પાસે ગયા. ત્યાં તેણે દેવીઓનુ નૃત્ય થતુ' જોયું. આથી તે મુનિને મહાપ્રભાવવાળા જાણી તેને વંદન કરી અવસરે તેના પાદસ્પર્શીથી પવિત્ર થયેલી ધૂળ લઈ મંત્રી પેાતાને ઘેર ગયા. પછી તે ધૂળવડે સર્વે હાથીએના મસ્તકપર ( કપાળમાં ) તેણે તિલક કર્યો. તેથી તત્કાળ તે સર્વે રાગ રહિત થઈ ગયા, અને વિશેષે કરીને સજ્જ થયા. તે વૃત્તાંત મંત્રીએ શીઘ્રપણે રાજાને કહ્યો. તે સાંભળી હું અને વિસ્મય એ બન્નેને ધારણ કરતા રાજાએ તે મુનિની સ્તવના કરી. પછી રાજા અને મંત્રીએ નગરમાં મહાત્સવ કરાવી પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ મુનિને નમસ્કાર કર્યાં. તે વખતે તે મુનિએ ધ્યાન પારી ધર્મલાલરૂપ આર્શિષવડે તેમને પ્રસન્ન કર્યાં, પછી તે સર્વ હર્ષોંથી યથાયેાગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તેઓને અનુગ્રહ કરવાની ઇચ્છાથી મુનિએ તેમની પાસે સાધુઓને અને શ્રાવકનેા એમ બંને પ્રકારના ધમ વિસ્તારથી કહ્યો. તે સાંભળી મુનિના પ્રભાવ જોવાથી જ જેમને ધર્મને વિષે હતી એવા તે રાજા અને મંત્રીએ પ્રતિબોધ પામી શ્રાવકધમ રાજા, મંત્રી અને બીજા સર્વાંજના પાતપાતાની શક્તિ અને રૂચિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી તે મુનિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાનકે ગયા.
પ્રતીતિ ઉત્પન્ન થઈ અગીકાર કર્યો. પછી
એકદા સત્ર પ્રતિબંધ રહિત એવા તે મુનિ વિહારના ક્રમથી વીરપુર નામના નગરમાં ગયા. તે વખતે ત્યાં મનુષ્યેામાં મરકી ચાલતી હતી. તે મરકીથી પીડા પામતી પ્રજાને જોઈ ત્યાંના અળસાર નામના રાજાએ અનેક વિદ્વાનેાએ કહેલા તેની શાંતિના અનેક ઉપાયેા કર્યા, તે પણ તે મરકી ગઈ નહીં. તેવામાં એકાદ ભીમ રાજાનેા દૂત તે જ નગરમાં આવ્યા, તેણે ઉદ્યાનમાં રહેલા તે મુનિને જોઈ તેમને ઓળખી હર્ષોંથી પ્રણામ કર્યા. પછી તે દૂત રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરી ભૂમિપર બેઠા, અને