________________
પ્રથમ સંગ. જ અહીંથી ચાલ્યા ગયા. તે દાક્ષિણ્યતા રહિત તે સાધુ કોણ હતા? તેને હે મિત્ર તમે ઓળખો છો?” ત્યારે શ્રાવકે કહ્યું કે –“હે મંત્રી ! તે સાધુ મને હમણાં જ અહીં સામા મળ્યા, તેને મેં ભક્તિથી પ્રણામ કર્યા, તેને હું સારી રીતે જાણું છું. હે બુદ્ધિમાન મંત્રી ! તે મુનિનું આશ્ચર્યકારક ચરિત્ર છે, તે તમે સાંભળો– | સિંધુદેશમાં સૌવીર નામનું નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવડે ઈંદ્ર જેવો અતિબળ
નામે મોટે રાજા હતા. આ રાજાની જે બીજો કોઈ પણ રાજા તેની મુનિનું ચરિત્ર. સરખો (મિત્ર) કે પ્રતિપક્ષી (શત્રુ) નહોતો. કેમકે સૂર્યની જેવો
બીજે કઈ પણ ગ્રહ-મહાગ્રહ તરીકે કે તેથી અન્ય એટલે પ્રતિપક્ષી તરીકે હતો જ નથી.
એકદા પિતાની સભામાં બેઠેલો તે અતિબળ રાજા પરદેશથી આવેલા નટેએ કરાતું નાટક જેવા લાગે. તેમાં સગર ચક્રીને વેષ ભજવતાં તે ચકીનું તેવા પ્રકારનું પુત્રવિયેગનું દુઃખ જોઈ “સંસાર જ દુઃખમય છે” એમ વિચારી આસન્નસિદ્ધિક તે રાજા પ્રતિબોધ પામે. તેથી સાહસિક પુરૂષોમાં અગ્રેસર અને અદ્ભૂત કાર્ય કરનારા તે રાજાએ પિતાના બાળપુત્રને રાજ્યપર સ્થાપન કરી ધર્માકર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તે રાજર્ષિ ગ્રહણ અને આસેવન એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરતા, ઘણું શ્રત ભણતા અને જગતને આશ્ચર્ય ઉત્પન્ન થાય તે વૈરાગ્ય ધારણ કરતા સતા બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારને તપ કરવા લાગ્યા. અનુક્રમે મહાતપના પ્રભાવથી પ્રમાદ રહિતપણે તેણે વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી, “તેવા તપસ્વીઓને શું દુર્લભ હોય?”
એકદા ગુરૂ મહારાજ તેનું તેવા પ્રકારનું ધ્યાન અને શ્રુત વિગેરે જોઈ તેની 'યોગ્યતા જાણી દુઃખે કરીને સાધી શકાય તેવા એકાકિપણાના વિહાર માટે આજ્ઞા આપી.
એકદા પરીષહ અને ઉપસર્ગાદિક મૃગલાઓથી નિર્ભય તે વીર રાજર્ષિ સિંહની જેમ વિચરતા ગજપુર નામના નગરમાં ગયા. ત્યાં બહારના ઉદ્યાનમાં દેશી પૂજિત અને વિવિધ પ્રકારના અતિશયેવડે સર્વ પ્રાણુઓને સુખ આપનાર તે રાજર્ષિ તપ અને ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તે નગરમાં ભીમ નામે રાજા છે. તે શત્રુને વિષે યમરાજ જે ભીમ-ભયંકર, રાજાના સર્વ ગુણોને આધાર અને સર્વ ધર્મને વિષે સમદષ્ટિવાળે છે. તેને અતિસાર નામને મંત્રી છે. તે પવિત્ર બુદ્ધિને નિધાન, રાજ્યને ભાર વહન કરવામાં ધુર્ય અને જાણે રાજાની બીજી મૂર્તિ જ હોય તેમ રાજાને વિશ્વાસપાત્ર છે. તે ) - ૧ જેની સિદ્ધિ નજીક છે એ.