________________
૧૦
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેટલામાં મુનિએ કહ્યું કે–“આ પણ શુદ્ધ નથી,” ત્યારે તે સચિત્તથી ઢાંકેલી દાળ આપવા લાગી, ત્યારે મુનિએ “તે પણ શુદ્ધ નથી.” એમ કહી તેને નિષેધ કર્યો.
ત્યારપછી તે અનુક્રમે ધાન્યના પાત્રપર રહેલું ઘી, ધાન્યના કણ મિશ્રિત સાકર અને પછી બે દિવસ ઉપરાંતનું દહીં આપવા લાગી, તે સર્વને પણ મુનિએ તેવી જ વાણીવડે નિષેધ કર્યો. ત્યાપછી ગયે દિવસે કરેલા મોદકને તે લાવીને આપવા લાગી, ત્યારે “આ પણ શુદ્ધ નથી.” એમ હેતુ સહિત સાધુએ કહ્યું (૮૯) ત્યારે મંત્રીએ અને તેની બને ભાર્યાઓએ ત્રણેએ મળીને તે મુનિને આશય નહીં જાણવાથી ભક્તિવડે ઘણે આગ્રહ કર્યો, તો પણ મુનિએ કાંઈ પણ લીધું નહીં, તે જોઈ ખેદ પામેલા મંત્રીએ આ અમંગળ થયું ધારી રેષથી તે મહામુનિને કહ્યું કે –“જે આ અમૃત જેવા આહાર પણ તમારે શુદ્ધ નથી, તો શું તમારે વિષ શુદ્ધ છે? કે શું તમારાં ને જ ગયાં છે?” પછી પહેલી સ્ત્રી પણ ક્રોધથી બોલી કે –“આ જૈન મુનિઓ દાક્ષિણ્યતા રહિત જ હોય છે. દાક્ષિણ્ય તો શુદ્ધ વંશને વિષે જ હોય છે, તેવો શુદ્ધ વંશ તે આ સાધુઓને જણાતે જ નથી.” બીજી સ્ત્રી પણ બેલી કે–“પ્રગટ પ્રકાશ છતાં પણ “શુદ્ધ નથી” એમ બોલતા આ સાધુ અંધ જણાય છે, તે એને (મુનિને) ભિલ્લને જ સેંપી દ્યો. આ નગરમાં બીજા ઘણા સુપાત્ર છે, તેમને આપણે દાન દઈશું અને મંગળ કરશું. (૫) કારણ કે ગમે તેને દાન આપવાથી તે નિષ્ફળ થતું નથી. દાન આપવાથી મંગળ જ થાય છે, અને પાત્રને આપવાથી પુષ્કળ પુણ્ય થાય છે.” આવાં દુર્વચનોવડે તે ત્રણેએ દઢ દુષ્કર્મ બાંધ્યું, અને મુનિ તે તેષ કે રેપ પામ્યા સિવાય તેના ઘરમાંથી મૌનપણે જ નીકળી ગયા. ત્યારપછી તે મંત્રીને ઘેર તેને મિત્ર ધર્મરૂચિ નામનો શ્રાવક કાંઈ ખાસ કાર્યને
માટે આવ્યું, તેને જોઈ તે મંત્રી હર્ષ પામ્યો. તે મિત્રને આસન પર શ્રાવકનો બેસાડી યોગ્ય વાતચિત્તવડે પ્રસન્ન કરી મંત્રીને કહ્યું કે–“હે ભાઈ! સમાગમ. આજ-હમણાં મારે ઘેર કેઈ ભિક્ષુ (મુનિ) ભિક્ષા માટે આવ્યા
હતા. તે જૈનમુનિ–અતિથિને મારી પ્રિયા, પ્રિય વચનવડે નિમંત્રણ કરી દાન દેવા લાગી. તે વખતે પરમાન વિગેરે ઘણી જાતનાં ભેજન આગ્રહ સહિત આપવા માંડ્યા છતાં તેણે કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. હે મિત્ર! આજે મારે ઘેર સૌથી પ્રથમ દાનપાત્ર રૂપ તેજ આવ્યા હતા, તે તમારા ગુરુ મને અમંગળ કરી હમણું
૧ બીજા બધાની અશુદ્ધતાનું કારણ તે સમજાય છે. આનું કારણ આગળ સ્પષ્ટ થશે.