________________
પ્રથમ સગ. કરવાની ઇચ્છાથી આ બે સ્ત્રીઓને રચી પોતાના વિજ્ઞાનની શક્તિ જ દેખાડી હતી. તે બે સ્ત્રીઓ પિતાના સૌભાગ્યથી કેવળ પતિના જ ચિત્તને હરણ કરતી હતી એટલું જ નહીં, પરંતુ દેવાંગનાઓના અંગની સુંદરતાના ગર્વને પણ હરણ કરતી હતી. જેમ દેદીપ્યમાન માણિક્ય રત્નો સુવર્ણના અલંકારને ક્ષાધ્ય કરે છે (ભાવે છે, તેમ તે બન્નેને દાન-શીલાદિક ગુણો તેમના રૂપને શોભાવતા હતા. તે રાજાને કૃપાના સ્થાનરૂપ વસુસાર નામને પુરોહિત હતું. તે નિમિત્તાદિકના
બળથી કાંઈક ભૂત-ભવિષ્યાદિકની હકીકત જાણતો હતો. રાજા, મંત્રી પુરોહિત, વિગેરે સર્વે સદ્દગુણોને લીધે ધર્મને લાયક હતા, તો પણ પ્રથમ
બોધિ (સમકિત) ની સામગ્રી નહીં મળવાથી તેઓ મિથ્યાદષ્ટિ હતા. પરંતુ તે પુરોહિત તે ગુણરહિત હતો, તેથી કૌલમતને અનુસરનારો હતો. આ રીતે રાજા, મંત્રી અને પુરોહિતને કેટલેક કાળ ભેગ ભેગવતાં સુખમય વ્યતિત થયે.
એકદા તે મંત્રીને ઘેર ત્રણ જ્ઞાનવડે શોભતા, ગોચરીની ચર્યામાં ભ્રમણ કરતા,
. • સૌભાગ્યવાળા, નવ યૌવનવાળા, તપવડે દેદીપ્યમાન અને જાણે કે મુનિનું આગમન શરીરધારી પુણ્યનું રાશિ હોય એવા કોઈ રાજર્ષિ માસક્ષપણને
- પારણે ભિક્ષા માટે પધાર્યા. સુરૂપ અને શુભ લક્ષણવાળા તે મુનિને જોઈ સમયે અતિથિની પ્રાપ્તિ ભાગ્યથી થાય છે એમ જાણું મંત્રી આનંદ પામ્યો. તે વિષે લેકમાં કહેવાય છે કે— વિદ્વાન કે મૂર્ખ, મિત્ર કે શત્રુ કેઈપણ મધ્યાન્ડ સમયે પ્રાપ્ત થાય તે તે વૈશ્વદેવ સમાન કહેવાય છે.” પછી મંત્રીએ મુનિને દાન આપવા માટે પિતાની પહેલી પ્રિયાને આજ્ઞા કરી; કારણકે તે મંત્રીને દાન દેવું અતિપ્રિય હતું, તેમાં પણ અતિથિને દાન દેવામાં તો તે ખુશી હતા. તે મંત્રીની પ્રિયા પણ દાન દેવામાં પ્રીતિવાળી હવાથી હર્ષ પામી અને તે મહર્ષિને નિમંત્રણ કરવાપૂર્વક મોટા વાસણમાંથી પરમાન્ત (ક્ષીર) કાઢી તેમને આપવા આવી. તે વખતે ક્રીડાએ કરીને ચાલતી તે સ્ત્રીના હાથમાં રહેલ પરમાનના કાંઈક કાંઈક છાંટા નીચે પડતા જોઈ મુનિએ તેણીને કહ્યું કે “હે બહેન! આ પરમાન્ન મુનિને લેવું શુદ્ધ નથી–લેવા ગ્ય નથી.” ત્યારે તે પાત્ર નીચે મૂકી ભાત આપવા માટે અગ્નિ પર રહેલા ભાતના પાત્રને લઈ જેટલામાં તે મુનિ પાસે આવી
૧ નાસ્તિક મત-હિંસક મત. ( ૨ બ્રાહ્મણને મધ્યાહ્ન સમયે વૈશ્વદેવ નામની ધર્મક્રિયા પ્રાપ્ત થાય છે, તેમાં કાક, શ્વાન વિગેરેને બળિદાન અપાય છે, તથા અતિથિને ભજન અપાય છે, ત્યારપછી પિતાનાથી ભોજન કરાય છે.
Ar
જિ-૨