________________
૩૪૪.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કાંઈક બાકી છે, તે ભગવ્યા પછી તું પ્રવજ્યા ગ્રહણ કરજે કે જેથી આપણે બન્ને સાથે જ મેક્ષ પામશું.”
આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી પૂર્વભવની સ્મૃતિ થવાથી હું સંસારમાં આસક્તિ રહિત થયા છતાં પ્રિયાનું સ્મરણ કરતે મુનિને નમીને મારે સ્થાનકે ગયે. મુનિએ અન્યત્ર વિહાર કર્યો, ત્યારથી હું વાવેગના મુકાવનારની શોધ કરવવા લાગે, તેવામાં વિદ્યાધર સેવકો દ્વારા તમને તેના છોડાવનાર જાણી હુ પિતાના કાર્ય માટે તમારી પાસે આવ્યો છું.”
આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી તે પ્રાર્થના કરે તે અગાઉ કુમારરાજ તત્કાળ બોલ્યા. કેમકે પ્રાર્થના કર્યા પછી તે કામઘટ વિગેરે અચેતન પદાર્થો પણ ઈચ્છિત વસ્તુ આપે છે. તેથી તેની પ્રાર્થના પહેલાં જ કુમાર બોલ્યા કે–
અહો મારે ભાગ્યદયથી આજે બે પ્રકારનો ઉત્સવ પ્રાપ્ત થયેલ છે. એક તે સજજન ઉપર પોપકાર અને બીજે દુષ્ટને નિગ્રહ. “જેમ રાજાને અધિકારી કાર્ય કરવાથી તૃપ્ત થતું નથી, તેથી લાંચથી તૃપ્ત થતું નથી, વણિક વ્યાપારથી તૃપ્ત થતું નથી વેશ્યા કામગથી તૃપ્ત થતી નથી, રાજા દ્રવ્યથી તૃપ્ત થતું નથી, બ્રાહ્મણ પારકા અન્નથી તૃપ્ત થતો નથી, બળ પુરૂષ બીજાનાં છિદ્ર જેવાથી તૃપ્ત થતી નથી, તથા જેમ ધનનો લેથી પૈધ ઘણા રોગીજનોની ચિકિત્સા કરવાથી પણ તૃપ્ત થતું નથી, તેજ પ્રમાણે ઉત્તમ પુરૂષ ઘણું પરોપકાર કરવાથી પણ તૃપ્ત થતા નથી.”
વળી જે રાજા પિતાને પ્રયાસ થવાના ભયથી દેશના અન્યાયને પણ સહન કરે છે, તે કુત્સિત રાજા કહેવાય છે. તેવા રાજાની પ્રજા શી સારી આશા રાખી શકે? તેથી જે હું વિજયરાજાનો પુત્ર હઈશ તો તે પર્વતને ચૂર્ણ કરી તે અધમ દેવને જીતી તારી પ્રિયાને લાવી આપીશ.”
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાત્વિક રાજા જલ્દીથી પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે સહિત વાકૂટ પર્વતના શિખર પર ગયા. ત્યાં ઉંચે સ્વરે કુમારરાજ બોલ્યા કે–“હે અધમ દેવ ! જેમ સર્પ મોતીને હાર ગ્રહણ કરી બિલમાં પેસી જાય, તેમ તું પરસ્ત્રીનું હરણ કરી પાતાળમાં કેમ પેઠે છે? જો તું શક્તિમાન છે તે મારી સન્મુખ યુદ્ધ કરવા તૈયાર થા, અથવા તે સ્ત્રીને પાછી આપ. નહિ તો આ પર્વતને ચૂર્ણ કરી તારે નિગ્રહ કરીશ.”
આ પ્રમાણે ઉંચે સ્વરે ત્રણ વાર બોલ્યા છતાં કઈ પણ દેવ પ્રગટ થયે નહિ,