________________
બારમો સગ
૩૪૩ * હવે કેશલ દેવને જીવ જે મણિશેખર નામને વિદ્યાધર થયે છે, તે સર્વ પ્રકારના સુખભેગમાં મગ્ન થઈ દેવની જેમ ક્રીડા કરતા હતા. તેવામાં એક દિવસ તે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે. ત્યાં ધર્મ રવિ નામના ગુરૂને તેણે દીઠા. તેને નમી તેની પાસે સંવેગરૂપી સમુદ્રના તરંગસમાન ધર્મદેશના સાંભળી લઘુકમી હોવાથી પ્રતિબોધ પામી તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી.
ધીરપુરૂષે રણસંગ્રામની જેમ ધર્મકાર્યમાં પણ વિલંબ કરતા નથી. તેની બત્રીશ પ્રિયાએ પણ સુત્રતા નામની પ્રવર્તિનીની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે મણિ શેખર મુનિ ચોગવડે ચાર જ્ઞાનને પામ્યા. તે હું છું. હે વિદ્યાધરના રાજા ! પ્રિયાના વિગથી દુઃખી થતે તને જાણી પૂર્વભવના સ્નેહને લીધે તને પ્રતિબંધ કરવા માટે જ હું આજે અહીં આવ્યો છું, અને પૂર્વ ભવના અભ્યાસને લીધે જ મારાપર તને અધિક સ્નેહ આવે છે. - હવે તું પ્રતિબંધ પામ અને વિરક્ત થઈ વ્રત ગ્રહણ કર. અરે ! તને સાંભરે છે કે મહાશુક નામના, સાતમા દેવલોકમાં દેદીપ્યમાન મણિમય મંદિરને વિષે દેવીઓના સમૂહમાં તું ચિરકાળ સુધી વચ્ચે છે. - આ વાત સાંભરતાં છતાં અશુચિના પિંડરૂપ આ મનુષ્ય સંબંધી શરીર ઉપર કેમ પ્રીતિ પામે છે? અનેક સાગરોપમ પ્રમાણ ચિરકાળ સુધી દેવ સંબંધી કામગ ભોગવ્યા છતાં તેનાથી તે તૃપ્ત ન થયે, તે શું તૃષાવાળે થઈને બિંદુ સમાન મનુષ્ય સંબંધી કામભોગવડે તું તૃપ્તિ પામવાનો છે?”
આ પ્રમાણે પૂર્વભવનો સર્વ વૃત્તાંત સાંભળી મેં ગુરૂને કહ્યું કે–“હે મુનિવર...! કલ્પવૃક્ષ જેવા તમે તમારું દર્શન મને આપ્યું છે, તેથી તમે ખરેખરા ભાઈને યોગ્ય કાર્ય કર્યું છે. હું તમારી વાણીથી પ્રતિબોધ પામ્યો છું; પરંતુ વ્યંતરદેવે હરણ કરેલી મારી પ્રિયા ઉપરના પૂર્વભવના સ્નેહને લીધે તત્કાળ સંસારનો ત્યાગ કરવાને હું સમર્થ નથી. તેથી તેને પાછી લાવવાને ઉપાય તથા કન્યાને યોગ્ય વર બતાવે, કે જેથી તે અને કાર્ય કરી કેટલેક વખત સંસારમાં રહી કૃતાર્થ થઈને પછી હું વ્રત ગ્રહણ કરું.” ત્યારે મુનિએ કહ્યું કે
જે રાજા યોગિનીઓએ ગ્રહણ કરેલા પવનવેગના પુત્ર વગને પોતાની શકિતથી મૂકાવશે, તે જ ઉત્તમ બળવાન રાજા પ્રાર્થના કરવાથી તારી પ્રિયાને મૂકાવશે અને જગતમાં ઉત્તમ એવો તે જ તારી કન્યાને વર થશે. વળી તારૂં ભેગાવળી કર્મ