________________
૬૪૨
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર મહા દરિદ્રી બ્રાહ્મણ થયે. ત્યાં પરિવ્રાજકપણું ગ્રહણ કરી મરણ પામીને ક્યાં ઉત્પન્ન થયે તે તું સાંભળ.--
વૈતાઢ્ય પર્વતને છેડે સમુદ્રની સમીપે જમીન ઉપર મનહર વનની શ્રેણિ છે. ત્યાં વજકૂટ નામને પર્વત છે, તે ઘણુ દેવને કીડા કરવાનું સ્થાન છે. તે ત્રણ જનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ કરીને શોભે છે.
તે પર્વત ઉપર મધ્ય ભાગમાં એક ભવન છે. તે એક એક જન ઊંચું, લાંબું અને પહોળું છે. તે આખું ભવન મણિમય હોવાથી કાંતિએ કરીને નિરંતર સૂર્ય, ચંદ્રની જેવું પ્રકાશવાળું છે. તે ભવનને અર્ધ ભાગ તે પર્વતની પૃથ્વીથી બહાર ઝુલતે છે અને અર્ધ ભાગ પર્વતની ઉપર રહેલો છે. તે ભવન વન, વાપી અને સરોવરવડે મનોહર તથા સર્વ ઇંદ્રિયને સુખકારક છે. મનુષ્ય ન જઈ શકે તેવા તે ભવનમાં ચાર દેવી વિગેરે પરિવારવાળે વમુખ નામને વ્યંતર દેવ કીડા કરતો વસે છે. તે ભવનના સ્વામીએ બધા તે જ નામથી ઉત્પન્ન થાય છે.
હવે તે મંત્રીને જીવ કે જે બ્રાહ્મણ થઈ પરિવ્રાજક થયો હતો તે પરિવ્રાજકની દીક્ષાના પ્રભાવથી તે વજા મુખ નામે દેવ થયે તેણે માનસ સરોવરમાં કીડા કરતી તારી પ્રિયાને જોઈ એટલે પૂર્વભવના અનુરાગથી તેણે તેણીનું હરણ કર્યું. “જેમ કપાસીઓની રતાશ રૂમાં, સુતરમાં અને વસ્ત્રમાં પણ આવે છે, તેમ દેઢ સંસ્કારરૂપ બીજવાળા રાગાદિક જન્માંતરમાં પણ પ્રાણીઓને અનુસરે છે.
અથવા જેમ હડકાયા કૂતરા વિગેરેનું વિષ શાંત થયા છતાં પણ મેઘને જોઈ ફરી ઉલ્લાસ પામે છે. તેમ શાંત થયેલા રાગાદિક પૂર્વના સંબંધીને જોઈને ફરથી ઉલ્લાસ પામે છે. તે દેવ તને શત્રુરૂપ ગણી સખ્ત પ્રહાર કરીને શીધ્રપણે પિતાના ભવનમાં ગયે અને સેંકડો પ્રકારના ખુશામતનાં વચન બોલવાપૂર્વક તેણે તારી સ્ત્રીની પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ તે સતી તેને ઈચ્છતી નહતી, તેથી અશુભ વખતને દૂર કરવાની ઈચ્છાથી તેણીએ કહ્યું કે
- “હે દેવ! અમુક વિદ્યાની સાધનાને માટે મારે એક માસનું બ્રહ્મચર્ય વ્રત છે, તેથી ત્યાં સુધીમાં જો તમે બળાત્કારથી મારા શિયળને લેપ કરશે, તે હું દાંત વડે જીભ કરડીને મરણ પામીશ. તેમાં જરા પણ સંશય રાખશે નહિ.” આવાં તેણીનાં વચનથી ભય પામેલો દેવ ભેગની આશાથી એક માસ સુધી રાહ જેતે રહે છે. “જૈનધમી સતીઓને શું દેવે પણ શિયળથી ચળાવી શકે ?”