________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ગ્રહણ કર્યો નહિ. પછી રાજાએ સત્કાર કરેલે મંત્રીઓમાં અગ્રેસર કોશલ પિતાને ઘેર ગયે. રાજા તેને ઘેર ઘણું ધાન્ય અને ઘી વિગેરે મોકલવા લાગે. કોશલે ધૂળની વાર્તા છુપાવી હતી, તે પણ રાજાએ કેઈકની પાસેથી તે વાત સાંભળી. “દુર્ગધી વસ્તુની જેમ પાપ છાનું રહેતું નથી.” તેમ તે વાત જાણી રાજાએ વિચાર્યું કે –
ધૂળની ભેટ કરીને પણ આ બુદ્ધિમાન કેશલે એવું કાર્ય સાધ્યું, કે જે કાર્ય સર્વ પુષ્કળ ધનને ખજાન આપીને પણ બીજાઓ સાધી શકે નહિ. વળી તે દાનને લાયક છતાં પણ મારે આપેલો દેશ વિગેરે કાંઈ પણ ગ્રહણ કરતો નથી, માટે હું શું કરું? કઈ રીતે તેને બદલે વાળું ?” ઈત્યાદિક વિચાર કરતો રાજા તેના પર અત્યંત પ્રીતિ રાખવા લાગે. પછી ધૂળ આપવાને અપરાધ કરવાથી રાજાએ સાગર મંત્રીને દંડ કર્યો. તેથી તે સાગરે વિચાર્યું કે–
કેશલે જ મારો દેષ રાજા પાસે કહ્યો જણાય છે.” એમ વિચારી પ્રથમથી જે સ્ત્રી સંબંધી તેના પર દ્વેષ હતું તે વિશેષ વૃદ્ધિ પામે. “અધમ માણસો પિતાના દેષને બીજા પર આરોપ કરી તેના પર દ્વેષ ધારણ કરે છે.
એક દિવસ રાજાએ કોશલને ઘેર પ્રતિદાન તરીકે દસ હજાર ઘીના ઘડા અને દશહજાર ચેખાના મુંડા મોકલ્યા. તે પિતાના વ્રતના પરિમાણથી બમણા હતા. તેથી બુદ્ધિમાન કેશલે વ્રતભંગના ભયથી દેશલને કહ્યું કે
કાર્યની ઉતાવળ હોવાથી હું ક્યાંઈક જાઉં છું, પરંતુ હે વત્સ! આમાંથી પાંચ પાંચ હજાર ઘડા અને મુંડા રાજાને પાછા મેકલી દેજે, અથવા જલ્દીથી ધર્મના કાર્યમાં આપી દેજે. પણ આપણા વ્રતને ભંગ થવા દઈશ નહિ.” એમ કહીને કોશલ તે ગયે પછી ધર્મમાં દઢતા રહિત અને લેભી સ્વભાવવાળા દેશલે વિચાર્યું કે–
આ ઘીના ઘડા અને ચોખાના મુંડા રાજકુળમાં પાછા મોકલવાથી તે ફરીને મળવાના નથી માટે ત્યાં તો એકલવા નહિ.” એમ વિચારી નિયમથી અધિક એવા તે ઘડા અને મુંડા તેણે સ્વજનેને થાપણ તરીકે આપ્યા. આ પ્રમાણે ભાઈને વિશ્વાસ ઉપજાવવા માટે તેણે અન્યને આધિન કર્યા.
એ રીતે તે લેભી દેશલ વ્રતમાં અતિચાર લગાડી આયુષ્ય પૂર્ણ કરી અલ્પ અદ્ધિવાળો:વ્યંતર થશે અને ત્યાંથી ચ્યવી દરિદ્ર કુળમાં બ્રાહ્મણ થયે. પછી દરિદ્રી વણિક થયે. તે ધનને માટે ઘણા ઉપાય કરી ફલેશ સહન કરવા લાગે, પરંતુ તેને ધનની પ્રાપ્તિ થઈ નહિ. “વ્રત મલિન કરવાનું ફળ આવું જ મળે છે.”