________________
બારમે સગે.* - “હે ભદ્ર! તારા સ્વામીને કહેજે કે આપણે વાવાજીવ અખંડ પ્રીતિ થઈ છે. તેથી મિત્રરૂપ થયેલા તમારે નિઃશંકપણે જે કાંઈ ઉચિત કાર્ય હોય તે મને જણાવવું.” એમ કહી રાજાએ કેશલને પૂછ્યું કે –“તારા રાજાની આજ્ઞાની શક્તિ કેવી છે?” કેશલ બોલ્યા કે—
હે રાજેદ્ર! તેની શક્તિ કહેવાને કોણ સમર્થ છે? હાથી વિગેરે પશુઓ પણ તેની આજ્ઞા આપવાથી તંભિત થઈ જાય છે. આ પ્રમાણે કહે છે તેટલામાં દૂર કળાહળ
તે સાંભળી રાજાએ તેનું કારણ પૂછયું, ત્યારે સેવકેએ કહ્યું-“આપણે હાથી આલાન સ્તંભ-બંધનના ખીલાને ઉખેડીને છુટે થઈ ગયેલ છે અને નગરમાં ઉપદ્રવ કરે છે.” તે સાંભળી રાજાએ કેશલને કહ્યું કે
જો તું સત્ય બોલતો હોય તે તારા સ્વામીની આજ્ઞાવડે આ હાથીને ખંભિત કર. કે જેથી તેમાં કાંઈપણ સંશય રહે નહિ.
આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તે કેશલ પણ રાજાદિક સહિત હાથી પાસે જઈ મનમાં હસ્તીના સ્તંભનને મંત્ર ભણીને અને પ્રગટપણે સ્વામીની આજ્ઞા આપીને તેને સ્તભિત કર્યો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ કેશલને કહ્યું કે “તારી લાવેલી અમૂલ્ય ધૂળ જેવી મારી પાસે કોઈ પણ દિવ્ય વસ્તુ નથી, કે જે હું તને આપું.” - એમ કહી તેના રાજાને લાયક એવા ભેટણ સહિત તેજ હાથી તેને આગે અને વસ્ત્ર તથા અલંકારાદિવડે પરિવાર સહિત તેને સત્કાર કરી રાજાએ તેને રજા આપી, એટલે તે ત્યાંથી ચાલી અનુક્રમે સિદ્ધપુર નગરની નજીક આવી પહોંચ્યું. તે વખતે ચર પુરૂષે દ્વારા તે વૃત્તાંત જાણ ધૂળનું ભેટશું આપવાથી ભય પામેલા મંત્રીઓએ તેની સન્મુખ આવી તેની અત્યંત ક્ષમા માગી તેને પ્રસન્ન કર્યો અને પિતાને અપરાધ કેઈને નહિ કહેવા કબૂલ કરાવ્યું. પછી તે હાથી વિગેરે ભેટશું આગળ કરી કેશલે રાજા પાસે આવીને તેને નમન કર્યું. રાજાએ પણ હર્ષ પામી તેને સ્વાગતાદિક પૂછયું. ત્યારે તેણે કહ્યું કે–
આપના મહિમાથી મારું ક્ષેમકુશળ છે.” એમ કહી તેણે સર્વ વૃત્તાંત કહ્યો. માત્ર ધૂળની હકીકત ગેપવી રાખી. તે મેટા અને ઉત્કટ રાજાની સાથે સંધિ કરી અને આવું ઉંચું ભેટશું લાવ્યો એ વિગેરે અસંભવિત કાર્ય તેણે કર્યું તેથી રાજા વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થયો, એટલે તેને એક દેશ આપવા તૈયાર થયે; પરંતુ લક્ષ્મીવંતમાં શ્રેષ્ઠ એવા કેશલે પાંચમાં અણુવ્રતમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હોવાથી તે
SUOિ .
-
-----
--
--
--
----
-
-
--
---