________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩.
કે જેથી તેણે મારી પણ અવજ્ઞા કરીને ભેટમાં મને ધૂળ માકલી છે? આ સંબંધમાં પ્રથમ તે પરિવાર સહિત તને જ મારા ક્રોધરૂપી રાક્ષસના અળિદાનરૂપ કરત, પરંતુ તું રાજાના પ્રધાન પુરૂષ હાવાથી અવધ્ય છે, માટે તું શીઘ્ર જઈ ને તારા સ્વામીને મા સંદેશા આપ કે હું દુર્માં થયેલા તને હણવા માટે આવું છું, તેથી તું યુદ્ધ માટે તૈયાર થશે.” તે વખતે કૈાશલે વિચાર કર્યો કે—
""
· નીતિના કથનનું ઉલ્લંઘન કરીને દુશ્મનમાં વિશ્વાસ રાખનાર મને ધિક્કાર છે! કેમકે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ મારા ઉપરની ઈર્ષ્યાને લીધે મારા જ વધને માટે આ કાર્યો કર્યુ છે. ” એમ વિચારી ચારે બુદ્ધિના નિધાનરૂપ કોશલ તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હસતા હસતા ખોલ્યા કે—
“ હે રાજેન્દ્ર ! તમારૂં ભાગ્ય જ આશ્ચર્યકારક છે કે જેથી આવી બુદ્ધિ છતાં પણ તમે રાજ્ય ધારણ કરેા છે. ” તે સાંભળી રાજાએ કહ્યું કે−“અરે! તું શું કહેવા માગે છે? ” ત્યારે તે ખોલ્યો કે — હૈ ઈશ ! શું કોઈ પણ માણસ ખાસ કારણ સિવાય સુવર્ણના ઘડામાં ધૂળ નાખે ખરો? શુ' આટલું પણ તમે વિચારતા નથી? ” રાજાએ પૂછ્યું—“ ત્યારે . આમાં શું કારણ છે?”
“ કાશલ ખોલ્યો—“ હે સ્વામી! જો મારાપર તમે પ્રસન્ન હ। તે હું ખરી વાત કહું તે સાંભળે. એક દિવસ અમારા સિદ્ધપુર નગરમાં મોટા મરકીના ઉપદ્રવ થયા. તે વખતે રાજાએ આંધલરેણી નામની દેવીને પ્રયત્નથી સાધી, એટલે તેણીએ તુષ્ટમાન થઈ બજારમાંથી ઘણી ધૂળ લઈ તેને આપીને કહ્યુ` કે—
66
આ ધૂળવડે મસ્તકે તિલક કરવાથી અવશ્ય મરકીના ઉપદ્રવા, શાકિની અને વ્યંતર વિગેરે કાંઈ પણ કરવા શક્તિમાન થશે નહિ. ” આ પ્રમાણે તેણીના કહેવાથી રાજાએ તેણીની પૂજા કરીને તે ધૂળ ગ્રહણ કરી. પછી રાજાએ તે ધૂળવુડે પેાતાના અ'તઃપુરની સ્ત્રીઓને તથા નગરજનાને પણ તિલક કરી સર્વ ઉપદ્રવાના નાશ કર્યો. હું ઉત્તમ રાજન્ ! તે ધૂળ ભેટ તિરકે માકલી છે. કસ્તૂરીની જેમ વસ્તુના ગુણ જ જોવા જોઈએ. ખીજુ કાંઈ પણ જોવાનું ન હેાય. ”
તે સાંભળી રાજા અતિ પ્રસન્ન થયા, અને લજજા પામી ખોલ્યા કે હે ભદ્ર ! ઉતાવળથી મેં તને આ પ્રમાણે કહ્યું છે પણ તે તારે જ જાણવું, કાઈ ઠેકાણે પ્રકાશ કરવુ' નહિ, ” એમ કહી રાજાએ હર્ષોંથી પોતે તેનું તિલક કર્યું, તથા અંતઃપુરની સ્ત્રીઓને, પરિવારને અને નગરજનાને પણ ઘેાડી ઘેાડી ધૂળ સૌને માકલી. પછી ખુશી થયેલા રાજાએ કાશલને કહ્યું કે—