________________
૩૩૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મંત્રીઓને તેને ન્યાય કરવાની આજ્ઞા કરી. તેઓ પણ ઘણી સૂક્ષ્મ બુદ્ધિવડે વિચાર કર્યા છતાં તેને ન્યાય આપવાને શક્તિમાન થયા નહિ; ત્યારે રાજાએ આખા નગરમાં ઘેષણ કરાવી કે—
જે કોઈ આ વિવાદને ભાગશે, તેને હું સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી કરીશ.” આ હકીકત સાંભળી બુદ્ધિમાન કોશલે પડહને સ્પર્શ કર્યો. પછી તેણે રાજા પાસે જઈ તેની સમક્ષ તે ભાઈઓને પૂછયું કે–“કહો. તમારા પિતા જીવતા હતા ત્યારે. કે ભાઈ કયો વ્યાપાર કરતે હો ?” ત્યારે મોટે ભાઈ બે કે –
હું ક્ષેત્ર અને ધાન્ય વિગેરેનો વ્યાપાર કરતા હતા.” કેશલે ફરી પૂછ્યું કે– તમારા પિતાને તે સમયે–તેની હયાતિમાં કેટલું ધાન્ય પાકેલું હતું ? ” તે બોલ્ય– “સર્વ મળીને લાખ મુડા ધાન્ય થયેલ હતું અને તેની કિંમત તેને જાણનારા પંદર લાખ રૂપીઆની કરતા હતા.” પછી બીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું કે –“મારી પાસે દશ હજાર અશ્વાદિક પશુઓ કય વિક્રય કરવાના છે તેની કિંમત આંકતાં પંદર લાખની થાય છે. પછી ત્રીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું–
વ્યાજ વટાવ વિગેરેને વ્યવહાર કરું છું, તેમાં માંડલિક રાજાઓ વિગેરેને ધીરેલ હોવાથી તે ઉઘરાણીનો સરવાળો પંદર લાખનો થાય છે.” પછી ચોથ છે. કે –“મને મારા પિતાએ ખજાનાનો સ્વામી બનાવ્યું છે. તેની કિંમત ગણતાં પંદર લાખની થાય છે.”
આ પ્રમાણે તે ચારેના જવાબ સાંભળી કોશલ શ્રેષ્ઠી પુત્રે રાજાને કહ્યું કે—“હે સ્વામી! જે ભાઈ જે કાર્યમાં નિપુણ હતા. તે ભાઈને તે કાર્યને અનુસરનારી લક્ષ્મી આપીને તેમના પિતાએ તેમને સરખો જ ભાગ આપે છે. એટલે કે–પહેલાને માટી આપવાથી ક્ષેત્ર અને ધાન્ય આપ્યાં છે, બીજાને અસ્થિ આપવાથી ચતુષ્પાદ–પશુઓ આપ્યાં છે, ત્રીજાને લેખના કાગળો આપવાથી લેણું-ઉઘરાણી આપી છે અને ચોથાને સાક્ષાત્ લક્ષ્મી આપી છે. કેમકે તે ચોથે માત્ર કેશનો અધિકારી હોવાથી કોઈ પણ વેપાર વિગેરે જાણતા નથી. આ રીતે સર્વેને સરખો ભાગ આપ્યા છતાં આ ચારે ભાઈઓ વૃથા વિવાદ કરે છે.”
આ પ્રમાણે તેની કરેલી વ્યવસ્થા સાંભળી તે ભાઈઓ તે વહેંચણી બરાબર જાણીને હર્ષ પામ્યા, એટલે તેઓ રાજાને નમી કેશલની બુદ્ધિની પ્રશંસા કરતા પિતાને ઘેર ગયા. પછી પરસ્પર પ્રીતિ અને બુદ્ધિના નિધાનરૂપ પિતા ઉપર ભક્તિ ધારણ કરતા તેઓ પિતપિતાને ભાગ ગ્રહણ કરી વ્યાપારાદિ કરવા લાગ્યા.