________________
બારમે સગ..
૩૩૫
પરિણામે હિત ઇચ્છનાર પિતાએ ગ્ય સ્થળે પરણાવ્યા હતા. પછી નિશ્ચિતપણે ધર્મ કરવાની ઈચ્છાથી તેણે તે ચારે પુત્રને ચેગ્યતા પ્રમાણે જુદા જુદા વ્યાપારમાં જેડી દીધા, એટલે તેઓ આદરપૂર્વક ધન ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણો કાળ વ્યતિત થયા પછી બુદ્ધિમાન અને ધર્મને જાણનાર વૈશ્રવણ શ્રેષ્ઠીએ મરણને ઉચિત સર્વ કાર્ય કરી પિતાના સ્વજનેને બોલાવી હર્ષથી સાત ક્ષેત્રમાં વ્યય કરવા માટે સાત લાખ દ્રવ્ય આપ્યું, અને પિતાના પુત્રને કહ્યું કે
“તમારે સદા પરસ્પર પ્રીતિથી વર્તવું, તે સંબંધમાં શતાંગ-ગાડાને વહન કરનારા વૃષભાદિકનું દષ્ટાંત જાણવું. છતાં કદાચિત્ દૈવયોગે પરસ્પર અપ્રીતિને લીધે તમારે જુદા થવું પડે, તે ઘરના ચાર ખુણામાં ઈશાન વિગેરે વિદિશાના કામે મેં સમાન ધનના ભાગવાળા ચાર કળશ દાટયા છે, તે અનુક્રમે લઈને તમારે જૂદા થવું. પણ ધનને માટે ફલેશ કરે નહિ. કદાચ કોઈ કલેશ કરે તે સ્વજનોએ તેમને વારવા.”
એક દિવસ સ્ત્રીઓની પ્રેરણાથી તે ચારે ભાઈઓને જુદા થવાની ઈચ્છા થઈ તેમણે ઈશાન વિગેરેના કમે પોતપોતાના નામના ચિહ્નવાળા કળશ ભૂમિમાંથી કાઢીને જોયા, તે તેમાં તેઓએ માટીના કકડા ૧, હાડકાં ૨, લેખના કાગળ ૩, અને સુવર્ણ તથા મણિ ૪ જોયાં. તે જોઈ ખેદ પામેલા મોટા ત્રણ ભાઈઓએ વિચાર કર્યો કે –
અહો ! ધમષ્ટ એવા અમારા પિતાએ અમને ત્રણને કેમ છેતર્યા? અને સર્વ લક્ષમી પિતાને વહાલા એવા નાના પુત્રને જ કેમ આપી? હવે તેણે તો ગમે તેમ કર્યું, પણ આપણે તે નાનાની પાસેથી સર્વ લક્ષમી ખૂંચવીને ચારે સરખે ભાગે વહેંચી લેવી; કેમકે પિતાએ કરેલ ઠગબાજી આપણે પ્રમાણ કરવા એગ્ય નથી.” . આ પ્રમાણે વિચાર કરીને તેઓએ નાના ભાઈ પાસે વહેંચી લેવા માટે તેને મળેલ લક્ષ્મી માગી. ત્યારે તેણે પિતાની કહેલ હકીકત કહીને આપી નહિ, અને તે બાબતમાં સાક્ષી થયેલ સ્વજને પાસે જઈને તેણે તે વાત કહી. ત્યારે તેમને પરસ્પર કલહ થયે જાણી સ્વજને તેમની પાસે આવ્યા. એટલે ત્રણ મોટા ભાઈઓએ ચારે કળશની હકીકત તેમને જણાવી. તે જાણે એક તરફથી તે છોકરાઓનાં પિતાના વચન પ્રમાણે કરાવવામાં પિતાનું સાક્ષીપણું અને બીજી તરફથી આવા પ્રકારનું વિચિત્ર સ્વરૂપ જોઈ તે સ્વજને સંશયમાં પડ્યા. - બહુ વિચાર કરતાં પણ તે સ્વજનથી તેમને વિવાદ ભાગે નહિ, ત્યારે તે ભાઈઓએ સ્વજને સહિત રાજકુળમાં જઈ રાજાને તે સ્વરૂપ જણાવ્યું. તે જાણી રાજા પિતે તેને ન્યાય કરવાને અસમર્થ થવાથી તેણે પિતાના સાગર વિગેરે ચારસે નવાણું