________________
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર તેથી હે જ્ઞાની ! પ્રસન્ન થઈને કહો કે મારી પ્રિયા કોણે અને શા માટે હરણ કરી છે? તે ક્યાં છે? તેને હું પામીશ કે નહિ? મારી પુત્રીને લાયક કે વર છે? તથા તમને જોઈને મારું મન કેમ હર્ષથી ઉલ્લાસ પામે છે? ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહે. મારા ભાગ્યથી જ આપ અહીં પધાર્યા છે.”
ત્યારે મુનિ બોલ્યા કે-“હે ભદ્ર ! આપણા પૂર્વભવ વિગેરેને વૃત્તાંત તું સાંભળ. તે સાંભળવાથી જે તે પૂછયું તે બધુ કારણ સહિત તારા જાણવામાં આવશે–
આજ ભરતક્ષેત્રમાં સિદ્ધપુર નામના નગરમાં શ્રી જૈન ધર્મમાં આસક્ત પૂર્ણભદ્ર નામને ધનિક શ્રેષ્ઠી રહેતે હતો. તેને કેશલ અને દેશલ નામના બે પુત્રો હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ જૈનધર્મ અને સમ્યકત્વ તથા વ્રતવડે શેભિત હતા. તે જ નગરમાં શ્રાવકના ગુણોથી અલંકૃત એક ગુણદત્ત નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ગુણમાળા . નામની પ્રિયા હતી, અને ગુણસુંદરી નામની પુત્રી હતી. તે ગુણસુંદરી અતિશય રૂપવાળી, સર્વ કળામાં નિપુણ, ગુરૂદેવાદિકની ભક્તિને ધારણ કરનારી અને બાલ્યાવસ્થાથી જ શ્રીજૈનધર્મની ક્રિયા કરવામાં એકાંતે રક્ત હતી.
એક દિવસ તે નગરના દેવરાજ નામના રાજાના સાગર નામના પ્રધાને તે કન્યાને શ્રીજિન-ચૈત્યમાં જોઈ, તેથી તેના પર પ્રીતિ થવાથી તેના પિતા પાસે તેની યાચના કરી પરંતુ તે મિથ્યાષ્ટિ અને રાજાને અધિકારી હોવાથી શ્રેષ્ઠીએ તેને આપવાની ઇચ્છા કરી નહિ. “રાજ્યના અધિકારીઓ પ્રાયે કરીને પાપ વડે દ્રવ્ય ઉપાર્જન કરનારા હોય છે, અને તેમની લમી જદી નાશ પામવાવાળી હોય છે.”
હવે શ્રેષ્ઠ પુત્ર કેશલ કોઈ શ્રેષ્ઠ શ્રાવકની નામથી અને ગુણથી બંને પ્રકારે ગુણવતી નામની પુત્રીને પરણ્ય. ત્યારપછી તેના પિતા પૂર્ણ ભદ્ર મરણ પામી સ્વર્ગ ગયે. કેટલાક દિવસ ગયા પછી કોશલે પિતાના ભાઈ દેશલને માટે ગુણદંર શ્રેષ્ઠી પાસે ગુણસુંદરીની યાચના કરી. ત્યારે સાધર્મીકપણું વિગેરે ગુણોને લીધે શ્રેષ્ઠીએ તે દેશલને પિતાની પુત્રી આપી. તે બન્નેનાં લગ્ન થયાં, એટલે સમાન ધર્મવાળા તે બન્ને દંપતી પ્રીતિપૂર્વક સુખ ભોગવવા લાગ્યા.
આ વૃત્તાંત સાગર સચિવના જાણવામાં આવ્યો, એટલે જેમ જેમ તે તેને જોવા લાગે, તેમ તેમ તે ખેદ પામીને દેશલ ઉપર દ્વેષ ધરવા લાગે.
હવે તેજ સિદ્ધપુર નગરમાં વૈશ્રવણ નામને ધનિક શ્રાવક રહેતું હતું. તેને ગુણવડે શોભતા ધન, ધનપતિ, ધવલ અને સુયશ નામના ચાર પુત્ર હતા. તેમને