________________
બારમા સ.
૩૩૩
પછી જાણે ચૈતન્ય રહિત થયેા હાઉ” એમ હું મહા કષ્ટવડે મારા નગરમાં આવ્યા. ત્યાં મત્રી વિગેરેના પૂછવાથી મે મારે। સવ વૃત્તાંત તેમને નિવેદન કર્યાં. તે સાંભળી તેઓએ મને આશ્વાસન આપી તેણીની શેાધ કરવા માટે ઘણા સુભટને ચારે માજી માકલ્યા. તેઓએ અનેક સરોવર, નદી, વન, દ્વીપ અને પંત વિગેરે સ્થળેામાં ચિરકાળ સુધી મારી પત્નીની શેાધ કરી, પણ તેણીને પત્તો નહિ મળવાથી વિલખા થયેલા તેઓએ પાછા આવી તે સ્વરૂપ મને નિવેદન કર્યું.
તે સાંભળી નિરાશ થઈ હું મૂર્છા પામીને ભૂમિ ઉપર પડી ગયા. તે વખતે મંત્રીઓએ મને સજ્જ કરી સદુપદેશવડે બેધ પમાડયો. પછી મને વિચાર થયા કે— “ મારા સ્વામી ચક્રાયુધ રાજા વિદ્યાના બળથી મારા દુશ્મનને જાણીને મારી પ્રિયાને તેની પાસેથી છોડાવશે ” આવી આશાને વશ થયેલા અને દુઃખથી પીડિત થયેલા મે વિદ્યાધરના રાજા ચક્રાંયુધ પાસે જઈને તે હકીકત નિવેદન કરી; પરંતુ સમ છતાં તેણે માથું દુઃખ દૂર કર્યુ· નિહ. · પુરૂષોને ખરી રીતે પેાતાનાં ભાગ્યે જ ફળે છે, સ્વામીની સેવા વિગેરે કાંઈ પણ ફળ આપતાં નથી. ' કહ્યું છે કે—
66
ઇંદ્રને પણ સતેાષ પમાડ, ચક્રવર્તીની સેવા કર, મંત્રની સાધના કર, ભૂત પ્રેતાદિકને વશ કર, જંગલામાં અટન કર અને અતિ વિષમ સમુદ્રને તરી જા, તાપણ ભાગ્ય વિના ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે નહિ. ” ત્યારપછી ચિંતાતુર એવા હું એક દિવસ મારા નગરના ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં મે એક જ્ઞાની ચારણમુનિને જોયા. તેથી હુ પામી ચિત્તના ઉલ્લાસપૂર્ણાંક પરિવાર સહિત હુ તેમને નમન કરી ચેાગ્ય સ્થાને બેઠો. ત્યારે તે મુનિએ મને આશીર્વાદ આપવાપૂર્વક આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યા—
“ હે. ભવ્યજવા ! શ્રી જિનેશ્વર દેવ, ચારિત્રવત ગુરૂ, તેમના કહેલા દયાદિકથી પવિત્ર થયેલા ધ, વિનયવંત પુત્રા, પ્રેમવાળા પરિવાર અને મનને અનુકૂળ પત્નીએ આ સંપુણ્યના યાગથી જ પ્રાપ્ત થાય છે; તથા નીચે કુળમાં જન્મ, દરિદ્રીપણું, દુર્ભાગીપણું, વ્યાધિને સમૂહ, ખરાબ કુટુંબને ચોગ, કઠોર વાણી, અન્યથી વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટનો વિચાગ--આ પાપવૃક્ષનાં ફળેા છે; તેથી ડાહ્યા પુરૂષોએ ષ્ટિ અની પ્રાપ્તિ માટે અને અનિષ્ટ વસ્તુના વિચાગ માટે પાપને ત્યાગ કરી શ્રી જૈનધર્મને વિષે નિર'તર પ્રીતિ કરવી.”
આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી મેં કહ્યું કે હે પૂજય પત્નીના વિચાગની પીડાને લીધે મારા ચિત્તમાં સ્વસ્થતા નથી, અને સ્વસ્થતા વિના ધર્મ કરી શકાતા નથી;
VINO