________________
કર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કેમ આવ્યા છે?” તે સાંભળીને તે વિદ્યાધર જવાબ આપતો હતો, તેટલામાં તેને જોઈ પવનવેગ બે કે—
અહો ! બંધુ ચન્દ્રગતિ વિદ્યાધરરાજ! તું ચિરકાળે દેખાય છે; પરંતુ તું શેક સહિત હોય તેમ તેમ જણાય છે? હે બુદ્ધિમાન ! જે કારણ હોય તે સત્વર કહે. આ વીર પુરૂષ સર્વનાં દુઃખ હરનાર અને ઈચ્છિત કાર્યને કરી દેનાર છે.” તે સાંભળી તેણે શ્રીજયાનંદ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! મારે વૃત્તાંત સાંભળો.–
વૈતાઢય પર્વતની દક્ષિણ એણિમાં હું ચંદ્રપુરને સ્વામી ચંદ્રગતિ નામને વિદ્યાધરરાજા છું. મારે ચંદ્રમાલા નામની પ્રિય છે. તેનું રૂપ જોઈ મદ રહિત થયેલી પાર્વતી વિરૂપાક્ષને વિષે પણ રાગ ધારણ કરે છે, રંભા કૌશિકને વિષે પણ રાગ ધારણ કરે છે, અને લક્ષ્મી જનાર્દનને વિષે પણ રાગ ધારણ કરે છે. તે પ્રિયા સાથે ભેગ ભેગવતાં મારે ચંદ્રસુંદરી નામની પુત્રી થઈ છે.
તે અનુક્રમે સર્વ કળામાં નિપુણ થઈ યૌવનને પામી છે; પરંતુ તેને યોગ્ય વર મળી શકતો નથી. કેમકે ઇંદ્ર પણ તેના રૂપાદિક ગુણવડે તેને તુલ્ય નથી. તેણીના વરને માટે મેં અનેક રાજાઓના તથા વિદ્યાધરોના અને બીજાના પણ ઘણા કુમારો જોયા; પરંતુ કોઈ તેને લાયક જે નહિ. કોઈ વખત હું નેહવાળી મારી પ્રિયા સહિત માનસરોવરે જઈ સંસારના સુખની આસક્તિને લીધે જળકીડાવડે કીડા કરવા લાગે.
તેટલામાં ત્યાં કોઈ દેવ વિમાનમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી રૂબવડે દેવાંગનાને ઓળંગે તેવી મારી પ્રિયાને જોઈ કામદેવથી વ્યાપ્ત થઈ ગયે; અને જેમ સીંચાણ પક્ષી ચકલીને પકડે તેમ તેણીને ગ્રહણ કરી પોતાના વિમાનમાં બેસી શીગ્રપણે આકાશમાં ચાલ્યા ગયા. તે વખતે પડ્યું ખેંચી ક્રોધથી આક્રોશ કરતો હું તેની પાછળ દોડ્યો.
મને પાસે આવેલ જોઈ કોધથી ઉદ્ધત થયેલા તે દેવે વિમાનમાંથી આવી મારા મસ્તક પર મુષ્ટિને સમ્ર પ્રહાર કર્યો, તેના ઘાતથી વ્યથા પામેલે હું વાયુથી તુટી પડતા નાળીએરની જેમ કોઈ સરેવરમાં કમલિનીના સમૂહપર મૂછિત થઈને પડ્યો. પછી જળ, કમળ અને શીતલ વાયુથી મારી મૂછ દૂર થઈ, ત્યારે મેં ચારે બાજુ દષ્ટિ નાખી, તે લક્ષ્યમાં ન આવે તેવે તે અધમ સુર કયાં ચાલ્યા ગયે તેની મને ખબર પડી નહિ; તેથી પ્રિયાના વિયોગ વડે પીડા પામતો હું વિલખો થઈને ઘણે વિલાપ કરવા લાગ્યું.
૧ વિરૂપ નેત્રવાળે. પક્ષે મહાદેવ. ૨ વિશ્વામિત્ર પક્ષે ઇક. ૩ લેકને પીનાર પક્ષે વિષયુ.