________________
પ્રતિઃ
સ
भवतु विभवशर्मादीप्सितार्थप्रदायी। सकलभयभिदे श्रीपार्श्वनाथः प्रभुमें ॥ व्रजति खलु यदावाजाङ्गुलीतः फणाभृद्वज इव दुरितोद्यद्विधनराशिसुदूरम् ॥ १॥
જાંગુલિ મંત્રથી જેમ સર્પને સમૂહ (તેનું વિષ) નાશ પામે છે, તેમ જ પ્રભુના નામમંત્રથી પાપથી ઉદય પામેલ વિદ્મનો સમૂહ અત્યંત દૂર થાય છે, તે વૈભવ અને સુખ વિગેરે ઇચ્છિત અર્થને આપનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા સમગ્ર ભયનો છેદ કરનાર થાઓ.
હવે શ્રીજયાનંદ રાજાએ પિતાના આત્માને કૃતાર્થ માની પિતાના નગરમાં જવા માટે વિદ્યાધરપતિ પવનવેગની પાસે રજા માગી. ત્યારે તેણે વિચાર્યું કે –“ઉપકાર કરીને કૃતાર્થ થયેલ હોવાથી પ્રત્યુપકારથી ભય પામતા આ કુમારેંદ્ર મારી કન્યાનું પાણિગ્રહણ કરવા આવશે નહિ. કહ્યું છે કે
આ જગતમાં સંપુરૂનું કહી ન શકાય તેવું કઈ અલૌકિક ચિત્તનું કઠેરપણું હોય છે, કે જેથી તેઓ અન્યને ઉપકાર કર્યા પછી તેના પ્રકારના ભયથી દૂર નાસી જાય છે. ”
તેથી બીજા કોઈ ઉપાયથી આમને વૈતાઢય પર્વત ઉપર લઈ જઈ ભાગ્યથી નૈમિત્તિકની વાણીવડે પ્રાપ્ત થયેલા એમને અવશ્ય કન્યા દેવી ચગ્ય છે; કેમકે જગતમાં એમના જેવો બીજો કોઈ ઉત્તમ પુરૂષ જણાતો નથી.” એમ વિચારી તેણે કહ્યું કે
તમે પરોપકાર કરવાથી કૃતાર્થ થયા છે, પરંતુ વૈતાઢય પર્વત પર વિવિધ પ્રકારની સિદ્ધાયતનમાં રહેલી શ્રીજિનપ્રતિમાઓને વંદન કરવા માટે તમારે ત્યાં આવવું એગ્ય છે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તે કુમારરાજ શ્રીજિનેશ્વરેને નમવા માટે ત્યાં જવા તૈયાર થતા હતા, તેટલામાં વિમાનમાંથી ઉતરીને કેઈ વિદ્યારે તેમને પ્રણામ કર્યા. ત્યારે તેને શ્રી જયાનંદ રાજાએ પૂછ્યું કે–“તમે કોણ છો અને અહીં