________________
અગ્યારમા સ
૩૨૯
જેમ કામને જાગૃત કરનાર અનેક ચેષ્ટાએ કરી ભોગની પ્રાથના કરતી તેણીએ આખી રાત્રી તેને ક્ષોભ પમાડવા પ્રયાસ કર્યો; પરંતુ શિયલરૂપી અમૃતનુ ભોજન કરનાર તે રાજાએ એડા ભાજનની જેમ તેણીની ઈચ્છા પણ કરી નહિ.
શ્રીજિનેશ્વરનાં વચનથી પ્રભાવિત થયેલા સત્પુરૂષ! પરસ્ત્રી પર રાગ કરે ? ’છેવટે તે કામાક્ષી અત્યંત ખેદ પામી, એટલે તેના શિયળથી ચમત્કાર પામીને પ્રાત:કાળે તેના પર તુષ્ટમાન થઈ તેની સ્તુતિ કરવાપૂર્ણાંક તેને વજ્ર જેવા લાહના મુગર આપ્યું.
તેમજ અખુટ તીરવાળાં બે ભાથા, વપૃષ્ઠ નામનુ ધનુષ્ય અને આગ્નેય-ના• ગપાશ વિગેરે અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં. તથા સર્વ અંગે સુખકારક સ્પર્શ આપનાર, નાશ ન પામે તેવા નિરંતર પ્રકાશવાળા અને ઝાંખા ન થાય તેવા વેષ આપ્યા, તે વેષ પહેરવાથી ટાઢ, તડકો, પાણી, અગ્નિનેા દાહ, ત્રણ, કેાઢ, ખરજવું અને જવર વિગેરે કાંઈ પણ થતું નથી.
તથા મરકી વિગેરે ઉપદ્રવાના નાશ કરનાર મુગટ, વરને નાશ કરનાર બે કુંડળ, કુષ્ઠાદિક વ્યાધિના નાશ કરનાર કંઠાભરણ, વિષના નાશ કરનાર વીંટી, શાકિની અને વ્યંતરાદિકના દોષને હરણ કરનાર બે બાજુખધ, ઘાતાદિકના ત્રણની પીડાને હરનાર માણિકચનાં કડાં, સર્વાંને વશ કરનાર હાર અને રાજ્યતંત્રાદિકની વ્યવસ્થા કરનાર કંદોરા -આ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવવાળાં સર્વ અંગનાં આભૂષણા આપ્યાં. ‘ તુષ્ટમાન થયેલા દેવા શું ન આપે ? ’
દેવાની પ્રસન્નતા શિયલથી જ થાય છે, આ પ્રમાણે અલકાશ આપીને રાજાએ આપેલી અર્વાદિક પૂજા ગ્રહણ કરી તે કામાક્ષી અદૃશ્ય થઈ અને ચેગિનીએ પાસે જઈ ખેલી કે હું ચાગિનીએ ! મે ઘણા પ્રયાસ કર્યો, તાપણુ જેમ વાયુ પર્યંતને ચલાયમાન કરી ન શકે તેમ હું તેને શિયલથી ચલાવવા સમર્થ થઈ નહિ, તેથી તમારે પશુ વિવિધ પ્રકારના સત્કાર વડે તેની આરાધના કરવી ચાગ્ય છે. આવે! ઉત્તમ પુરૂષ આ લાકમાં ભાગ્યાગે જ અતિથિરૂપે પામી શાકય છે.
""
તે સાંભળી પ્રથમથી જ તેના શીલ, સત્ત્વ અને સ્થિરતાને અનુભવ હાવાથી ચમત્કાર પામેલી તે ચેગિનીએ વિશેષ તુષ્ટમાન થઈ અને સર્વે મળીને તેની પાસે ગઈ. તેઓએ તે રાજાને ખમાવી અંતઃપુરની સ્ત્રીઓને ઉચિત એવા પાતપેાતાના દિવ્ય વેષ અને અલ'કાર વિગેરે આપ્યા; તથા અદૃશ્ય થવાય એવી તેમજ બીજી ઘણી શક્તિઓ અને દિવ્ય શસ્ત્રો આપ્યાં.
૪.-૪૨