________________
૩૨૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી તે શ્રીજયાનંદ રાજા પવનવેગ સહિત જાલંધર નગરમાં ગયો. ત્યાં પીઠ પર બેસી સાધ્ય કરેલી વિદ્યાનું સ્મરણ કરી તેના પ્રભાવથી સર્વ ગિનીઓને બોલાવીને તેણે કહ્યું કે–અરે ! ગિનીઓ ! પવનવેગના પુત્રને તમે એકદમ છુટે કરો. નહિ તે હું તમને છોડીશ નહી.”
તે સાંભળી વિદ્યાના પ્રભાવથી અસમર્થ થયેલી તેઓ બોલી કે-“હે સ્વામિન! તમે અમને છોડે, તેને અમે મૂકી દઈશું.” ત્યારે રાજાએ તેમને મૂકી દીધી, એટલે કે તેઓ ત્યાંથી ચાલી ગઈ, અને શીધ્રપણે તે પવનવેગના પુત્રની બેડી ભાગી તેને ત્યાં લઈ આવી તે બન્નેની પાસે ભેટ કર્યો. તે વખતે તે વગ પણ તેમના પગમાં પડ્યો. પવનવેગે પુત્રને આલિંગન કરીને તેને ગિનીએ પકડ્યો ત્યારથી. આરંભીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તથા કુમારરાજને લાવવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે–
ગિની પાસેથી તને કેઈએ મૂકાવ્ય નહિ, પરંતુ હે વત્સ! આ રાજાધિરાજે તને મૂકાવી નવા પ્રાણ આપ્યા છે.” તે સાંભળી હર્ષ પામી વાગે તે કુમારરાજની સ્તુતિ કરી.
ત્યારપછી તે ત્રણે આકાશ માર્ગે જવા તૈયાર થયા. તે વખતે તે ગિનીઓએ કુમારેદ્રને કહ્યું કે-“હે રાજન ! તમે અમારા ભાગ્યવડે અહીં પ્રાપ્ત થયા છે, તેથી આજ અમારા અતિથિ થાઓ. ??
તે સાંભળી રાજા તેમની પ્રાર્થનાના ભંગના ભયથી તે બને વિદ્યાધર સહિત ત્યાં રહ્યો. ગિનીઓએ પિતાને હાથે તેમને સ્નાનાદિક કરાવી અમૃત જેવા આહારનું ભજન કરાવી ગીત અને નાટયવડે પ્રસન્ન કર્યા. પછી રાત્રીએ રાજાને વારાહીના ભવનમાં અને તે બે વિદ્યાધરને બ્રાહ્મીના ભવનમાં સુગંધી અને અત્યંત કોમળ સ્પર્શ વાળી દિવ્ય શસ્યાઓને વિષે સુવાડ્યા. પછી તેઓ કામાક્ષી નામની પિતાની સ્વામિનીની પાસે જઈને કહેવા લાગી કે આ રાજાએ હઠથી અમને વશ કરીને અમારી પાસેથી વિદ્યાધરના પુત્રને છોડાવ્યા છે, વિગેરે પિતાને થયેલા પરાભવનું વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી કોધથી તે કામાક્ષી બેલી કે
અરે ! તે રાજાને શિયલથી ભ્રષ્ટ કરીને તથા બાંધી લાવીને હું તમને સોંપીશ. પછી તમે તમારું ઇચ્છિત કરો. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ અને ઇંદ્રાદિક પણ મારા રૂપના દર્શનથી જ મોહ પામે છે, તે આ મનુષ્યમાત્રનું શિયલ મારી પાસે ક્યા હિસાબમાં છે?” આ પ્રમાણે તેમને આશ્વાસન આપવાપૂર્વક વિદાય કરી તે કામાક્ષી શ્રી જયાનંદ રાજા પાસે ગઈ અને વિશ્વને મોહ પમાડનાર પિતાનું દિવ્ય રૂપ પ્રગટ કરી એગિનીની