________________
અગ્યારમે સગ.
૩૨૭ હે જગવીર ! જૈનધર્મવાળી મારે માંસનું કાંઈ પણ પ્રયોજન નથી. તારી દયા, સત્ત્વ અને ધર્મના તત્વની મેં આ રીતે પરીક્ષા કરી છે, તેથી તુષ્ટમાન થયેલી હું તને સાધર્મિકને પાઠસિદ્ધ આ આકર્ષિણી નામની વિદ્યા આપું છું. તેને તું ગિની વગેરેનું આકર્ષણ કરવા માટે ગ્રહણ કર.
તે સાંભળી ખુશી થયેલા રાજાએ ઉભા થઈ ભક્તિથી દેવીને પ્રણામ કર્યા; તથા તેની પૂજા કરી વિધિપૂર્વક તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તેને દેવાદિક ત્રણ પ્રકારના ઉપદ્રવને હરણ કરનાર બે બાજુબંધ, શત્રુના સમૂહરૂપી અંધકારને નાશ કરનાર ચક, સૂર્યહાસ નામનું ખરું અને શક્તિ નામનું શસ્ત્ર–આટલી વસ્તુ આપી; અને તેની કરેલી અધ્યદિકની પૂજાને ગ્રહણ કરીને તે દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય મૂર્તિવાળી જવાલા માલિની નામની વિદ્યાની રાજાએ પૂજા કરી, તેને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી, ત્યારે તે વિદ્યા બોલી કે –
હે વત્સ ! સાંભળ, અત્યંત કષ્ટથી લક્ષાદિક જાપ અને હોમ વિગેરે કરવાવડે પણ હું ઘણે કાળે કેઈકને જ સિદ્ધ થાઉં છું, પરંતુ તારા શિયલગુણવડે અલ્પ પ્રયાસથી જ હું તને સિદ્ધ થઈ છું, કેમકે શિયલગુણ સર્વ ધર્મમાં ઉત્કૃષ્ટ છે. તે ગુણવડે સર્વ દેવે આકર્ષાય છે અને સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે.” એમ કહી કુમારે કરેલી અર્યાદિક પૂજાને ગ્રહણ કરી તે વિદ્યાએ તે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. વિશ્વને
મોહ પમાડનારી તે વિદ્યા સ્મરણ કરવાથી સર્વે વાંછિત અર્થને આપે છે. છે ત્યારપછી દેવીની મૂર્તિની પૂજા કરી તથા પાસે રહેલા દેને બલિ બકુલાવડે
પ્રસન્ન કરી તે રાજા દેવતાના ઘરની બહાર નીકળ્યો. તેટલામાં પરિવાર સહિત તે વિદ્યાધરપતિએ આવી તેમને નમસ્કાર કરી સુખપૂર્વક વિદ્યાની સિદ્ધિ થવા સંબંધી હકીકત પૂછી, એટલે રાજાએ સર્વ હકીકત યથાર્થ કહી બતાવી. છે તે સાંભળી સર્વેએ ચમત્કાર પામી તેની સ્તુતિ કરી. પછી વિદ્યાધરોના આગ્રહથી ગંભીરતાના સમુદ્રરૂપ રાજાએ શ્રીજિનપ્રતિમાની પૂજા કરી, ગુરૂને વંદના કરી, વિદ્યાધરોએ તૈયાર કરેલા અમૃત જેવા આહારવડે આઠમે દિવસે વિદ્યાધર સહિત વિધિ પ્રમાણે પારણું કર્યું. પછી વિદ્યાધરપતિ પવનવેગે તે નરરત્નને શુભ મુહૂર્વે આકાશગામિની વિગેરે ઘણું શ્રેષ્ઠ વિદ્યાઓ વિધિ સહિત આપી. ત્યારે માસાદિકવડે સિદ્ધ થઈ શકે એવી પણ તે વિદ્યાઓને તે રાજાએ શીલ અને સત્ત્વના પ્રભાવથી પહોર આદિક વડે પાઠ સિદ્ધ કરીને સાધી લીધી.