________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩૨૬
ઉઠ ઉઠે ને કથ કરી કૃપા, અમે પરણી તુમને હવે નહિ તૃપા; અમે તેવડી તેવડી એનડી, સિવ એકમની સિવ નાનડી. ૧૧. ઇમ ગા૦ અમે કાલ વલખણું નવિ સહુ, તુજ આગળ એ પરમા` કહું;
અમ જીવનને ધરી હાથડા, કર તેડીને આપણા સાથડા. ૧૩. ઇમ ગા૦ સુરસુંદિર ચંગ સેાભાગિણી, કથ કાંય ઉવેખે રાગિણી; અમે જીવીએ શરણે તુજતણે, હવે ડિવજ જોઇણી ઈમ ભણે. ૧૪. ઇમ ગા૰
(આ ભાષાગીત માત્ર કૌતુકથી સારા સ્વર-કંઠ વાળા કૌતુકીજનના હિતને માટે, રાજાના શીલગુણનું દૃઢપણું જણાવવા માટે તથા શ્રીજૈનધર્મની દીપ્તિને માટે રચ્યું છે. સભા જોઈ ને જ આ ગીત કહેવા ચાગ્ય છે. ડાહ્યા પુરૂષે સ` ઠેકાણે જેમ તેમ ગાવા લાયક નથી. આ ગીતમાં વસતાદિક રાગેા અને વિચિત્ર ઢાળેા છે. )
આ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિશ્વને મેાહ પમાડનારા અને મરી ગયેલા પશુ શ્રીપર્વતની પૃથ્વીપરના પ્રાણીઓને જીવાડે તેવા હાવભાવવડે તે ચાગિનીએ પેાતાની સર્વ શક્તિથી નાચી નાચીને તથા ગાઈ ગાઈ ને અતિ ખેદ પામી, તે પણ આ કુમારેદ્રનું એક રૂંવાડું પણ ચલાયમાન થયું નહિ. ‘શું વજ્રને વિષે ટાંકણાં લાગી શકે ??
ત્યારપછી સાતમે દિવસે અરૂણેાદય વખતે મહાવાળા નામની દેવી કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતી પ્રગટ થઈ, તથા આકાશને પ્રકાશિત કરતી મૂર્તિમાન સિદ્ધ થયેલી વિદ્યા સહિત તે મહાવાળા દેવી સૂને જીતનારી પોતાની દેહકાંતિવડે ચારે બાજુથી દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગી. સૂર્યંની પ્રભાને જોઈ ઘૂવડા નાસે તેમ તે દેવીને જોઈ ચેગિનીઓ નાશી ગઈ. પછી દેવીએ મધુર સ્વરે કુમારને કહ્યું કે—
“ હે વત્સ ! જગતને જીતનાર તારા ધ્યાન, શીલ અને સ્થિરતાથી હું તુષ્ટમાન થઈ છું, પરંતુ સાધવાની વિધિ વિના હું વરદાન આપવા સમર્થ નથી; તેથી હે વત્સ ! જો મારી પાસેથી તું વરદાનને ઈચ્છતા હા તે બરાબર વિધિ કર, ’” તે સાંભળી કુમારે તેણીને નમસ્કાર કરીને કહ્યું કે—“ હું સ્વામિનિ ! તેના શે। વિધિ છે તે કહા, ”
ત્યારે તે ખાલી કે—“ મને પ્રસન્ન કરવા માટે તું મને એક જીવનુ માંસ આપ.” તે ખેલ્યા કે—“ હું જૈનધમી હાવાથી નિરપરાધી જીવને હણુતા નથી; છતાં જો તમે માંસથી જ પ્રસન્ન થતાં હા તા મારૂં માંસ કાપીને આપું. ” દેવીએ કહ્યું—“ ભલે એમ હા. ” તે સાંભળી રાજા ખરૢ વડે પેાતાને સાથળ છેઠવા લાગ્યા, એટલે દેવીએ તેના હાથમાંથી ખર્ગ ઝુંટવી લઈ કહ્યુ કે—
,,