________________
ઉર૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અંગે અલંકારને ધારણ કરી રૂ૫ અને યૌવનવડે મનહર દેખાતી લીલા સહિત કુમારેંદ્ર પાસે આવી. પૂર્ણ ચંદ્રની સરખા મુખવાળી, કમળનાં પત્ર સરખા નેત્રવાળી, સુવર્ણ જેવી કાંતિવાળી, સર્વ અંગે મનહર આકારવાળી અને લાવણ્યરૂપી અમૃતે કરીને ભરેલી એવી તેઓ જાણે વિશ્વની સ્ત્રીઓના સારભૂત સૌભાગ્યના પરમાણુઓ ગ્રહણ કરીને બનાવી હોય એવી મનહર બની.
પછી હંસની જેવી ગતિવાળી, શંખના જેવા કંઠવાળી, પુષ્ટ એવા બે સ્તનને ધારણ કરતી, દિવ્ય વસ્ત્રો ધારણ કરતી, વિલાસના સમૂહને કરતી અને કેયેલ જેવા મધુર સ્વરવાળી તેઓ મધુર સ્વરે બોલી કે –
“હે સ્વામિન ! તમે ચિરકાળ જય પામો, જય પામે. અહો ! તમારું સત્ત્વ અદ્ભુત છે, અહો ! તમારું ધૈર્ય ! અહો ! શૌર્ય! અને અહો ! તમારા ગુણને વૈભવ! આ સર્વ અદ્ભુત છે. અમે અમુક કારણસર તમને જે જે ઉપસર્ગો કર્યો, તેને તમે સહન કરે, અર્થાત્ માફ કરે; કેમકે ડાહ્યા પુરૂષોએ ત્રણની ચિકિત્સાની જેમ પિતાના અંગનું છેદન પણ સહન કરવા લાયક છે.
અમારે તેમ કરવાનું કારણ એ છે કે–ભેગમાં આસક્તિવાળી અમે કઈ રૂપ, યૌવન અને સાહસવડે યુક્ત પુરૂષને પતિરૂપ કરી તેને આધીન થઈ કીડા કરીએ એવા હેતુથી રૂપ અને યૌવન યુક્ત તમને જોઈ અમે કૃત્રિમ ઉપસર્ગો કરી તમારા સત્ત્વની પરીક્ષા કરી છે; કેમકે સત્તવ રહિતને વિષે અમે રાગ કરતી નથી. તેથી અમને કાંતા તરિકે અંગીકાર કરી મનુષ્ય છતાં પણ તમે દેવતાઈ અને મનુષ્યને દુર્લભ ભોગ ભોગવો અને ઈચ્છા પ્રમાણે આ જગતમાં રહીને કડા કરો. વિદ્યાની સિદ્ધિને માટે ધ્યાન, તપ અને જપવડે વૃથા કલેશ ન પામે.
અમે તમારી પત્નીઓ થઈ એટલે તે વિદ્યા પિતાની મેળે જ તમને સિદ્ધ થઈ જાણવી. વળી બીજી પણ અનેક હિતકારક પાઠસિદ્ધ વિદ્યાએ અમે તમને આપશું કે જેના વડે આખું જગત વશ કરી તમે ચકવર્તી જેવા રાજા થશે, વળી તમારી ઈચ્છામાં આવે એવી બીજી સ્ત્રીઓનું પણ પાણિગ્રહણ ખુશીથી કરજે.
અમે દૂર રહેલી એવી પણ તમારી સમગ્ર ઈષ્ટ વસ્તુઓ લાવી આપશું. અમારી સાથે ભેગા કરવાના પ્રભાવથી તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહિ, ઇંદ્રિયે હાનિ પામશે નહિ, વ્યાધિઓ થશે નહિ અને બળને ક્ષય પણ થશે નહિ. એક સાથે ઘણા રૂપે કરીને પણ અમારી સાથે તમે કીડા કરી શકશે, એમ કરવાથી ઇદ્રને પણ દુર્લભ એવું કામસુખ તમે પામશે.”
I'VE
ITI
4
-
//////
પ
ક