________________
અગ્યારમો સંગ
ઉર8
પ્રથમ તે યોગીનીઓએ મોટા શરીરવાળા અને કુંફાડા મારતા સેંકડો સર્પો વિકુવ્ય. તેઓ તે નરેદ્રને ચારેબાજુથી વીંટી વીંટીને તથા ડસી ડસીને ઉલટા ખેદ પામ્યા. તેમની દાઢાઓ, અસ્થિ અને મણિઓ પણ ભાગી ગયા, તેથી તેઓ પાછા હઠયા; પરંતુ શ્રી જૈનધર્મની રક્ષાના પ્રભાવથી તે કુમારનું એક રૂંવાડું પણ ભેદાયું નહિ.
પછી દેવીઓએ ગર્જના કરતા હાથીઓ વિક્વને મૂક્યા. તેઓએ દાંત વડે તેને વિવિધ પ્રકારે પ્રહારો કર્યા અને સુંઢ તથા પગવડે તેને હા, તે પણ તે ધ્યાનથી જરાપણ ચલિત થયે નહિ. એ જ પ્રમાણે તેઓએ ભયંકર શબ્દ કરતાં વાઘ વિમુર્થી, તેઓ પણ તીણ દાંત અને નવડે તેને હણી હણને ખેદ પામ્યા, તે પણ તેઓ કુમારના એક રૂંવાડાને પણ ક્ષોભ પમાડી શક્યા નહિ. ત્યારપછી દેવીઓએ ધૂમાડાના સમૂહવડે દિશાઓના સમૂહને ચારે બાજુથી બંધ કરતે, ત્રડ ત્રડ શબ્દથી ભયંકર અને મેટી જવાળાએ કરીને સહિત એ જાજ્વલ્યમાન અગ્નિ વિકુઓં. તેના મહા તાપવડે કુમાર જાણે ચારે બાજુથી ઓગળી ગયું હોય એ થઈ ગયા, પરંતુ તેથી પણ તે ધ્યાનથી અલિત થયે નહિ. - ત્યાર પછી તે ગિનીઓ પોતે જ ભયંકર રૂપવાળી થઈ અને ભયંકર લેકચનવડે અગ્નિ જેવી દેદીપ્યમાન દેખાતી, પર્વતની ગુફા જેવા ભયંકર મુખમાંથી અગ્નિને વરસાવતી, ડમ ડમ શબ્દ કરતા ડમરૂના નાદવડે પર્વતની ગુફાઓને ગજાવતી, કુંકારા સહિત - અટ્ટહાસ્ય વડે આકાશતળને ફેડતી, દેદીપ્યમાન ભાલા, ખડ્ઝ, તેમર અને મુગર - વિગેરે શસ્ત્રોને નચાવતી, તથા પગના આઘાતવડે પૃથ્વીને કંપાવતી અને નાદ કરતી તેઓ બેલી કે
" “અરે! મૂઢ! અમારી પૂજા કર્યા વિના તું વિદ્યા સાધે છે, તે જલદી ઉભો થા, નાશીને જતો રહે; નહિ તો તું મરણ પામીશ.” એમ કહી તેઓ તેને હણવા માટે દેડી, અને વિવિધ પ્રકારનાં શસ્ત્રો વડે તેને હણે. તે પણ તેના ઘાતે તે કુમારના શરીર ઉપર લેશ માત્ર પણ અસર કરનારા થયા નહિ. જૈનીરક્ષા, સ્થિર ધ્યાન અને સાહસપણુના પ્રભાવથી આવા પુરૂષને મોટા દેવ પણ ચલાવવા સમર્થ થતા નથી, તે આ ગિનીઓ તો કે માત્ર હતી? આ પ્રકારે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રકારના 'ઉપસર્ગો કર્યા છતાં પણ તેનું એક રૂંવાડું પણ ક્ષોભ પામ્યું નહિ, ત્યારે તેઓ અત્યંત
ખેદથી નિર્વેદ પામી. - ત્યારપછી અનુકૂળ ઉપસર્ગો કરવા માટે તે ગિનીઓ દેવાંગનાનાં રૂપ કરી સર્વ