________________
શ્રી જયાનંદ કેવળી રિવ
તે જ પ્રમાણે મહાપુરૂષને પરાપકાર કરવાના અવસર મળે તે ઉત્સવરૂપ હાય છે. એક તરફ પરોપકારનુ' પુણ્ય મૂકીએ અને બીજી બાજુ ખીજાં સર્વ પુણ્યા મૂકીએ તે તેમાં પહેલું પુણ્ય જ અધિક થાય છે એમ દેવા કહે છે. પ્રાયે કરીને સત્પુરૂષો પરોપકારના પુણ્યરૂપી અન્નવડે દાન કરવામાં કબ્રુસ હેાતા નથી; તેથી હું એકલેાજ જઈ ને આ પરોપકારનુ` કા` કરીશ. જેમ પાંપણ વિગેરે ઉપકરણ નેત્રની કીકીને માત્ર શાભા માટે જ છે અને કાનપાપડી વિગેરે ઉપકરણ કણે દ્રિયની શૈાભા માટે જ છે, તેમ શૂરવીરને સૈન્યાક્રિક સામગ્રી માત્ર શૈાભાને માટે જ છે, તેને તેની ખાસ જરૂર હાતી નથી.” એ પ્રમાણે વિચારી કુમારરાજે અતિ હર્ષથી તે વિદ્યાધરપતિને કહ્યું કે— “હુ એકલા જ તમારૂં કાર્ય કરવામાં સમર્થ છું; અને તમારી સાથે આવવા તૈયાર છું.
કાર
આ પ્રમાણે કહી. વિદ્યાધરની સાથે કુમારરાજ તેના વિમાનમાં બેસી શ્રીપર્વત ઉપર ગયા. ‘ સત્પુરૂષો પરોપકારના કાર્યોંમાં વિલંબ કરતા જ નથી.’પવનવેગે લેખ સંહિત પોતાના એક વિદ્યાધરને કુમારના પિતા પાસે માકલી તેને ધીરજ રહેવા માટે કુમાર પેાતાની સાથે આવેલા છે તે હકીકત જણાવી. પછી વિદ્યાધરપતિએ તેમને કહ્યુ કે “ હું કુમારરાજ ! યોગિનીઓને વશ કરવા માટે પ્રથમ આ વિદ્યા ગ્રહણ કરીને તે જ્વાલામાલિની દેવીને સાધેા. આ વિદ્યા કુળક્રમથી આવેલી .મારી પાસે છે, પરંતુ તેની સાધનામાં ઘણા પ્રયાસ કરવા પડતા હાવાથી અને મારામાં તેવું સાહસ નહિ હાવાથી હું તે વિદ્યા સાધી શકયો નથી. ” તે સાંભળી કુમારે તેની પાસેથી વિનયાદિક વિધિપૂર્ણાંક સાધનાની વિધિ સહિત તે વિદ્યા ગ્રહણ કરી. પછી વિદ્યાધરને કહ્યુ કે—
66
લાખ બિલ્વફળના હામ વિગેરે સાવદ્ય ક કાણું કરે? વિદ્યા તા સત્ત્વથી જ સિદ્ધ થાય છે, માટે અહીં સત્ત્વ જ સાધનરૂપ હા. ” એમ કહી સ્નાનાદિક કરી પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી સાધર્મિકની બુદ્ધિવડે તે દેવીની ભક્તિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા કરી ક્ષેત્રાધિષ્ઠાયક વિગેરેના કાચાત્સર્યાં કરી બીજે પણ સમગ્ર વિધિ કરી પૂર્વાભિમુખે બેસી તે બુદ્ધિમાને પ’ચપરમેષ્ઠીના દોવર્ડ-વાપંજર સ્તેાત્રથી પેાતાની રક્ષા કરી.
પછી દેવીની દ્રષ્ટિ સન્મુખ દર્ભાસનપર પદ્માસને બેસી ધ્યાનને વિષે જ મનને લીન કરી સ્થિરપણે તે વિદ્યાના જાપ કરવા લાગ્યા. ખીજે જ દિવસે આ વૃત્તાંત જાણી સ ચાગિનીએ તત્કાળ ત્યાં આવી, અને તેની વિદ્યા જે સિદ્ધ થાય તેા પેાતાને તેને વશ થવું પડે એવી શંકા થવાથી તેઓએ અનેક પ્રકારનાં પ્રતિકૂળ ઉપસગવડે તેને ક્ષેાભ પમાડવાના પ્રારંભ કો.