________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩ર૦
કાં કેમ કરતા નિહ હાય તેનું કારણ કાંઈ સમજાતું નથી; અથવા તેા તેવા પુરૂષમાં શક્તિ કેટલી છે તે પણ જાણી શકાય તેમ નહિ હેાવાથી મારા જેવા માણસ આ કષ્ટ નિવારવાની તેની શક્તિ છે કે નહિ એ પણ રીતે સમજી શકે ?
વળી હે રાજન્! મારે વજ્રસુંદરી નામની એક પુત્રી છે. તે રૂપાદિકવડે દેવસુંદરીની સમાન છતાં એક ખાખતમાં તેમનાથી અધિક છે, તે એ કે તે દેવસુંદરીએ માત્ર પોતે જ નિમેષ રહિત નેત્રવાળી છે, અને આ મારી પુત્રી તેા તેણીને જોનારા સ` સ્ત્રીપુરૂષોના સમૂહને નિરંતર નિમેષ રહિત નેત્રવાળા કરી દેનારી છે. સપ્ત ગુણાવડે શ્રેષ્ડ અને જૈનધર્માંની રૂચિવાળી તે મારા પુત્રની નાની અેને ચેાગ્ય સમયે સમગ્ર કળાએ ગ્રહણ કરી છે. નંદનવનમાં ઘણાં વૃક્ષે છતાં કલ્પવૃક્ષ વિશેષે કરીને હાય છે, તેમ તેણીને વિષે સર્વ કળાએ છતાં નાટ્યકળા વિશેષે કરીને સર્વોત્તમ છે.
એક દિવસ તેણીના ગુણેા ચક્રાયુધ રાજાના સાંભળવામાં આવ્યા; તેથી તે સ્વામીએ દૂતના મુખથી મારી પાસે તેણીની માગણી કરી. પરંતુ તે કન્યા કરતાં ત્રણ ગણા વર્ષોંથી અધિક અને ઘણી સ્ત્રીઓવાળે તે રાજા હેાવાથી મારા પ્રાણથી પણ વધારે વહાલી તે કન્યાને હું તેને આપવા ચહાતા નથી. કહ્યું છે કે—
“ શરીર, શીળ, કુળ, વિત્ત, વય, વિદ્યા અને સનાથપણુ—આટલા ગુણ જેનામાં હાય તેને પેાતાની પુત્રી આપવા ચેોગ્ય છે. ’’ તથા—‹ મૂર્ખ નિધન, દૂર દેશમા રહેનાર, ઘણી ભાર્યાવાળા, સંસાર તજી દેનાર અને ત્રણ ગણા વર્ષથી અધિક વયવાળા જે હાય તેને કન્યા આપવી ચેાગ્ય નથી. ”
આમ છતાં પણ મેં વિચાર્યુ કે–“ તે પૃથ્વીપતિ છે, તેથી તેને એકાએક નિષેધ કરી શકાય તેમ નથી. ” તેથી મેં દૂતને મુખે એવા ઉત્તર આપ્યા કે— ચાગિનીઓએ પકડેલા મારા પુત્ર અતિ દુ:ખી છે, તેના દુઃખને લીધે મને વિવાહાકિ કાર્યો સાંભરતાં પણ નથી. તેથી હે સ્વામી ! તમે તેને ચાગિનીઓ પાસેથી છેડાવા. ત્યારપછી સ સારૂં થશે. ’
આ પ્રમાણે તે જઈ ને વિનંતિ કરી; પરંતુ તેણે કાંઈ ઉત્તર આપ્યા નહિ. સ પ્રકારના સુખમાં મગ્ન થયેલાઓની તેવી જ લીલા હાય છે.”
એક દિવસ સભામાં કાઈ નૈમિત્તિક આવ્યેા. તેના અપેક્ષા સહિત મે' સત્કાર કરી તેની પાસે ફળ પુષ્પાદિક મૂકી પ્રશ્ન કર્યો કે— હું નૈમિત્તિક ! મારા બે કાયના ઉત્તર આપ. એક તા ચેગિનીઓએ પકડેલા મારા પુત્રને કેાણ છેડાવશે ? અને ખીજું ગુણા વડે સમાન એવા કેણુ મારી પુત્રીનેા તિ થશે ? ’ નૈમિત્તિકે જવાબ આપ્યા કે—