________________
૩૧૬
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ચામડાં પહેર્યા હતાં, કુંડળરૂપ કરેલું ધનુષ્ય હાથમાં ધારણ કર્યું હતું, દેરડાથી બાંધેલા એક કુતરાને સાથે રાખ્યું હતું, તેની બંને બાજુએ ભાથાં લટકાવેલાં હોવાથી તે ભયંકર દેખાતું હતું અને તેણે મસ્તકપર મોરપિચ્છ વીંટડ્યાં હતાં. આવા તે ભિલ્લે તેમની પાસે આવી પ્રણામ કર્યા. કુમારે તેને પૂછ્યું કે-“તું કેણ છે? ” ત્યારે તે બોલ્યો કે–
“હે નરેંદ્ર ! યમદુર્ગ નામના પર્વતની પલ્લીમાં ચંડસિંહ નામે પલ્લી પતિ હતો. તેના સિંહ અને વ્યાવ્ર નામના બે પુત્ર છે. પિતાના મરણ પછી તે બન્ને ભાઈઓ વહેંચીને રાજ્ય જોગવતા હતા. કેટલેક કાળે બળથી ઉદ્ધત થયેલ સિંહે વ્યાઘનું રાજ્ય તથા સ્ત્રી લઈ લીધાં, તેથી દુઃખી થયેલો વ્યાઘ એકલે વનમાં ભમવા લાગ્યો અને શિકારવડે આજીવિકા કરવા લાગે.
હે રાજનતે જ હું વ્યાવ્ર આજે અહીં આવ્યો છું તથા તે મારો ભાઈ સિંહ પણ નગરની સમૃદ્ધિ જોવાની ઈચ્છાવડે કૌતુકથી અહીં જ સમીપના વનમાં આવ્યો છે. તે મારી પત્ની સાથે નિઃશંકપણે કીડા કરે છે. તેને જીતવાને હું અશક્ત છું, માટે દુર્બળનું બળ રાજા છે એમ ધારી હું તમારી પાસે આવ્યો છું.
- તમારા સુભટને કેળાહળ સાંભળી તે દબુદ્ધિ કયાંઈક નાશી જશે તેથી તે રાજન ! જે તમે શક્તિમાન છે, તે શીધ્રપણે એકલાજ મારી સાથે આવી મારી પ્રિયાને છોડાવે અને દુષ્ટને હણે મને મારું રાજ્ય અપા. સત્પરૂ સ્વભાવથી જ વત્સલ હોય છે અને શરણે આવેલા ઉપર તે વિશેષ કરીને વત્સલ હોય છે. કહ્યું છે કે –
સપુરૂષે બીજાની વિપત્તિમાં અત્યંત સજજનપણું ધારણ કરે છે. જુઓ, મુસાફરોને શાંતિ આપવા માટે વૃક્ષો ઉનાળામાં ગાઢ અને કમળ પાંદડાંની છાયાવાળા થાય છે.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી રાજાને તેના ઉપર દયા આવી; તેથી તે ક્રોધ કરીને બોલ્યા કે –“અરે તે દુષ્ટને બતાવ, કે જેથી તેને તત્કાળ નિગ્રહ કરું. મારી પૃથ્વીમાં રહીને પણ જે દુષ્ટ અંત:કરણવાળે આવી અનીતિ કરે તેવા સજજનતાને કલંક આપનારને હું ક્ષણમાત્ર પણ સહન કરી શકીશ નહિ.”
એમ કહી શ્રીજયાનંદરાજા તેની સાથે માત્ર એક ખગ સહિત કેઈ ન જાણે તેમ ગયા. “વિષમ કાર્યમાં પણ સારિક પુરૂષને વિચાર હજ નથી.” પછી વનના નિકુંજની પાસે જઈ તે ભિલે શ્રીજયાનંદરાજાને કહ્યું કે –
આજ વનમાં તે રહે છે, તેથી આપ અંદર જાઓ, હું તે અહીંથી આગળ આવતાં ભય પામું છું.” ત્યારે રાજાએ તેને ત્યાં જ રહેવા દઈને પિતે એકલા તે