________________
૩૫
-
-
અગ્યારમે સગ. લેતા હતા, મદિરાદિકનું પાન કરતા હતા, મનહર રીતે કૂદતા હતા, અને વિષયક્રીડામાં લીન થતા હતા. કેટલાક વિષયસેવનથી શ્રમિત થઈ પત્નીઓ સહિત નિશ્ચિતપણે સુખનિદ્રાએ કરીને કીડાગૃહોમાં સુતા હતા અને કેટલાક કદલીગૃહમાં સુતા હતા.
પ્રિયા સહિત કેટલાક યુવાન પુરૂષે પિતાના રૂપવડે કામદેવને જીતી જાણે તેના આયુધ લઈ લીધા હોય તેમ પહેરેલા પુછપને અલંકારવડે શોભતા હતા, કેટલાક યુવાન પુરૂષ સમાન રૂપને લીધે મિત્રરૂપ થયેલા કામદેવને ભેટ કરવા માટે દરેક વૃક્ષો પરથી પુછપને ચુંટતા હતા. કેટલીક યુવતીઓ “આ પુપિવડે કામદેવ અમને અકાળે ન હણો” એમ ધારી દરેક લતાનાં પુપને તોડી નાખતી હતી. કેટલીક સ્ત્રીઓના સ્તનપર પતિએ પુષ્પની માળાઓ નાખી હતી, તે જાણે કે તેના હૃદયમાં પ્રવેશ કરતા કામદેવે પિતાના શસ્ત્રો બહાર મૂક્યાં હોય તેવી શુભતી હતી.
આવે અવસરે પુષ્પનું ઘર કરનારી દાસીઓએ કેળના સ્તંભવાળું એક મનહર પુષ્પગ્રહ બનાવ્યું. તેમાં પુષ્પમય આસન પર વિવિધ પ્રકારના પુપના અલંકારવડે સર્વ અંગે અલંકૃત કરાયેલે તે કુમારરાજ બેઠે. તે વખતે જાણે બીજી મૂર્તિને પામેલ સાક્ષાત્ કામદેવ હાય તેમ તે શોભવા લાગે.
ત્રણે પ્રિયાઓએ નાટયકળા, ગીતકળા અને નાદકળાના નવા નવા રસવડે અતિ રંજન કરાયેલે તે કુમાર કેટલેક સમય ત્યાં બેઠે, અને નંદનવનમાં ઇંદ્રની જેમ અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે વિવિધ પ્રકારના કીડારસવડે બીજી પણ કીડા કરી. પછી તે કુમારરાજ કમલિનીના પરાગવડે સુગંધી અને પીળા થયેલા જળવાળા કીડાસરોવરમાં જળક્રીડા કરવા ગયે.
ત્યાં પ્રિયાઓને સુવર્ણની પીચકારીના જળવડે સિંચન કરતાં છતાં અને કમળાવડે ઢાંકી દેતાં છતાં પણ કુમારે તેમને કામ પતાપવાળી કરી એ આશ્ચર્ય છે. ચોતરફ કામી જને વાત્ર વગાડતા હતા અને વેશ્યાઓ સ્મિતપૂર્વક મનહર ગીત ગાતી હતી. તે વખતે કુમારની પ્રિયાએ મશ્કરીપૂર્વક કુમારને કમલિનીના પાંદડાવડે પાણી છાંટી વ્યાકુળ બનાવી દીધો.
આ પ્રમાણે હાથણીઓ સાથે હાથીની જેમ કુમાર પ્રિયા સાથે જળકીડા કરી તેઓની પરસ્પર જળક્રીડા કરવા માટે સરોવરમાં રાખી પિતે તે સરોવરની પાળના અલંકારરૂપ થ–પાળ ઉપર આવીને બેઠે.
આ અવસરે કુમારે પોતાની તરફ આવતાં એક બિલને છે. તેણે વાઘનાં