________________
૩૧૪
શ્રી જયાનંદ કેવળી સ્થિ ચિંતા રહિત થઈ ધર્મકાર્ય કરવા સાથે પ્રિયાએ સહિત કળાઆવડે સ્વેચ્છાએ ક્રીડા
કરવા લાગ્યા.
આ પ્રમાણે તે બન્ને રાજાએ ધમ અને સુખમય કેટલાક કાળ નિમન કર્યો, ત્યારપછી એક દિવસ ઉદ્યાનપાળકે આવી નમસ્કાર કરી તેમને વિનતિ કરી કે—
“ જેમ તમે બન્નેએ આ પૃથ્વી અલ'કૃત કરી છે તેમ હું સ્વામી! વસંત ઋતુ અને દક્ષિણના વાયુએ વનલક્ષ્મીને અલ'કૃત કરી છે-શેાભાવી છે.
હે સ્વામિન્ ! હાલમાં નવીન ઉદયવાળી વનલક્ષ્મી ભેગ ક્રીડાને ચેાગ્ય અનેલી છે, કેમકે વિલાસ પામતી કાયલના મધુર સ્વરવાળી છે, ચંદન વૃક્ષના સૌરભને ફેલાવવાવાળી છે, વિકસિત ચ'પાના ફૂલની કાંતિને ધારણ કરે છે, પુન્નાગ વૃક્ષોના સમુદાયવડે મેહ પમાડે છે, મનેાહર કેળ વૃક્ષોવડે મેાટી શાભાને ધારણ કરે છે, તે. વસંત ઋતુના વિકાસથી લેાકેા આણંદ સહિત ઉલ્લાસને પામે છે, તે વનલક્ષ્મી મનેડર સ્થળમાં ઉત્પન્ન થયેલાં વિકસ્વર કમળા રૂપી નેત્રાને ધારણ કરે છે? મધુર સ્વરડે ગુજારવ કરતી ભમરાએની શ્રેણીઓને ધારણ કરે છે, અને તેમાં અત્યંત સુંદર માલુર-ખીલી કે કાઠાનાં વૃક્ષો ઉત્પન્ન થયેલાં છે આવી વનલક્ષ્મી આપનું આતિથ્ય કરવાને ઈચ્છે છે,
આ પ્રમાણે ઉદ્યાનપાળના મુખથી સાંભળી શ્રીવિજયરાજાએ પુત્રને કહ્યું કે—“ હું વત્સ ! અમે હવે વનક્રીડા કરવાને લાયક નથી, કેમકે અમારી યુવાવસ્થા નથી; તેથી વસ‘તઋતુવર્ડ પવિત્ર થયેલા વનમાં ક્રીડા કરવા તું જ જા. તારા ગયા વિના લક્ષ્મીના સાગરરૂપ નગરના લેાકેા ક્રીડા કરવા જશે નિહ, ”
આ પ્રમાણે ઓળ’ગી ન શકાય તેવી પિતાની આજ્ઞા થવાથી કુમાર સર્વ સામગ્રી, અંતઃપુર અને પિરવાર સહિત વનમાં ગયા. તેની પાછળ પોતપેાતાની ઋદ્ધિને અનુસરતી ચેાગ્ય સામગ્રી લઈ એક બીજાથી શે।ભામાં અધિક હરિફાઈ કરતા નગરજનેા પણ ક્રીડા કરવા વનમાં ગયા, ત્યાં ઠેકાણે ઠેકાણે લોકે વેણુ અને વીણા આદિક લાખા વાજિંત્રાને તથા મૃદંગ અને પડહ વિગેરે વાદ્યોને વગાડવા લાગ્યા, સ્ત્રીએ તાળીઓ પાડીને ગરબા ગાવા લાગી, ગાયકા મધુર ગાયન કરવા લાગ્યા, નૃત્ય કરનાર સ્ત્રીઓ મનેાહર નૃત્ય કરવા લાગી, ખેલ કરનારા ખેલ કરવા લાગ્યા, મશ્કરા લાકા હાસ્યકળાની ક્રીડા કરવા લાગ્યા અને લક્ષ્મીને ક્રીડા કરવાના સ્થાનરૂપ મલ્લ લેાકેા પરસ્પર મળીને કુસ્તી કરવા લાગ્યા.
તે વખતે યુવાન પુરૂષો સ્વાદ કરવા લાયક તાંમૂળ વિગેરે સ્વાદિષ્ટ વસ્તુને સ્વાદ