________________
અગ્યારમે સગ.
૩૧૩ - આ પ્રમાણે તેનું ચરિત્ર સાંભળી તેના જવાબમાં પદ્મરથ રાજાએ કહ્યું કે –“તે ભિલ ન હતો, પરંતુ તે રાજપુત્ર હતો, અને તેણે પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે તેવું રૂપ કર્યું હતું. જેણે પૂર્વે મોટાં મોટાં કાર્યો કર્યા હતાં અને મને પણ બાંધીને જે જગતમાં જય મેળવનાર થયો તે જ આ વિજયરાજાને પુત્ર શ્રી જયાનંદ રાજેદ્ર છે, અને તેની ડાબી બાજુમાં બેઠેલી જે આ રાજાના સ્નેહ અને માનના સ્થાનરૂપ છે, તે જ સર્વ પત્નીઓમાં શ્રેષ્ઠ આ તારી બેન વિજયસુંદરી છે.”
એમ કહી તેણે આંગળી વડે દેખાડેલી વિજય સુંદરી પાસે તે જેટલામાં ગઈ તેટલામાં તે તે પણ ઊભી થઈ બહેનને કંઠે વળગી રેવા લાગી. તે વખતે જયસુંદરી રૂદનને રૂંધી માટે સ્વરે બોલી કે—
હે બહેન ! તને ધન્યવાદ ઘટે છે, કે જે તું શુદ્ધ શિયાળવાળી છે અને તેથી જ આવી ઉત્કૃષ્ટ લક્ષમીને પામી છે. દેવ, ગુરૂ અને ધર્મનું માહાત્મ્ય કહીને તે જ તત્વથી સમશ્યા પુરી હતી, તેથી તેનું ફળ પણ તું તેવું જ શ્રેષ્ઠ પામી છે; પરંતુ નાસ્તિકવાદથી હણાયેલી મેં તો પિતાની ખુશામતનાં વચનવડે જેમ તેમ સમશ્યા પૂરી, તેથી તેના ફળ તરીકે હું વિપત્તિના સ્થાનરૂપ થઈ છું. રાજાદિકની પ્રસન્નતાથી કોઈ - સુખી થતું નથી, અને તેની અપ્રસન્નતાથી કોઈ દુઃખી થતું નથી, પરંતુ પિતાના પુણ્ય અને પાપવડે જ સૌ કોઈ સુખી અને દુઃખી થાય છે. બીજા તે નિમિત્ત કારણ છે. આ બાબતમાં આપણે બને દષ્ટાંતરૂપ છીએ.”
આ પ્રમાણે તે બન્ને બહેનનું ચરિત્ર સાંભળી શ્રી જયાનંદ રાજાએ ધર્મ અને અધર્મના દષ્ટાંતવડે સભાજનોને પ્રતિબધ કર્યો. તે સાંભળી વિસ્મય પામેલા સર્વ જનોએ શ્રીજૈનધર્મની પ્રશંસા કરી. પછી શ્રીજયાનંદરાજાએ સુકંઠને વાંછિત ધન આપી તેની પાસેથી જયસુંદરીને છોડાવી અને તે તેના પિતાને સેંપી. પછી શ્રીજયાનંદ રાજા પિતાના મહેલમાં ગયા, એટલે જયસુંદરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શુદ્ધ કરી પિતાએ પિતાની પાસે રાખી. પછી એગ્ય અવસરે નરકુંજરને તેના નગરથી બોલાવી શ્રીજયાનંદ રાજાએ ઠપકે આપવા પૂર્વક તેને જયસુંદરી સેંપી.
નરકુંજર પણ સસરાદિકથી માન પામી હર્ષથી પ્રિયા સહિત શીઘ પિતાના વીરપુર નગરમાં ગયા. પછી પરસ્પર સત્કાર કરવાથી જેમણે પ્રીતિમાં વૃદ્ધિ કરી હતી એવા બીજા પણ પદ્મરથાદિક રાજાઓ શ્રી જયાનંદ નરેન્દ્રની રજા લઈ પોતપોતાના નગરમાં ગયા અને શ્રીજયાનંદ નરેંદ્ર પણ પિતાનું રાજ્ય પિતાને આધિન કરી