________________
૩૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તેમ તે ભિલ્લપતિએ મને પકડી. પછી હર્ષ પામીને પલ્લી પતિ સૈન્યસહિત પિતાની પલ્લીમાં ગયા. ત્યાં બેદ પામતી અને તેણે કહ્યું કે –
હું બળવાન પલ્લીપતિ તારો પતિ થવા ઈચ્છું છું, તેથી તું મારે વિષે ઇચ્છા પ્રમાણે કીડા કર.” ત્યારે મેં શિયલને નાશ પામવાના ભયથી ત્રણ દિવસ ઉપવાસ કરી તેને રોક્યો. ત્યારે તે બે કે –“તું આહાર કર. હું તારા પતિ પાસેથી તારા બદલામાં ધન લઈ તને તેને પાછી સોંપીશ.”
તે સાંભળી મારા મનમાં કાંઈક ધીરજ આવી, તેથી મેં ભેજનાદિક કર્યું. પછી પલિપતિની પ્રિયાને સપત્નીના શલ્યની શંકા થઈ, તેથી પર્વતની શ્રેણિમાં સુખેથી મળી શકે એવી કઈ ઔષધિનું ચૂર્ણ તેણીએ મને ભેજનમાં આપી દીધું. તેનાથી મને જળદરને વ્યાધિ થયે, અને જીવિતના સંશયને પામી. ત્યારે પલ્લી પતિએ પિતાની સ્ત્રીએ કરેલું આ કૃત્ય જાણું વિચાર્યું કે–
અહીં વૈદ્ય તથા ઔષધ વિગેરે નહિ હોવાથી આ સાજી નહિ થાય.” તેટલામાં ત્યાં સુકંઠ નામને ગાયક આવ્યું. તેના ગીતથી રંજીત થયેલા પલ્લી પતિએ મારી સારવાર કરવા માટે તથા પ્રીતિદાનની બુદ્ધિથી પણ મને દાન તરીકે તેને આપી. મારા રૂપમાં લુબ્ધ થયેલા તેણે પણ “સારા વૈદ્યથી આ સાજી થશે.” એવી આશાથી મને ગ્રહણ કરી. પછી તે મને વિજયખેડ નામના નગરમાં લઈ ગયે ત્યાં તેણે ધન આપી સારી બુદ્ધિવાળા વૈદ્ય પાસે મારી ચિકિત્સા કરાવી. તેણે પણ રોગનું મૂળ જાણી વિરેચન વિગેરે આપી મારો વ્યાધિ દૂર કર્યો. પછી હર્ષથી સુકંઠે તેને સત્કાર કરી મને પિતાની પ્રિયા કરી અને હું પ્રથમથી જ કેટલીક કળાઓને તે જાણતી હતી, તેથી મને તેણે વિશેષ કરીને ગીતકળા શીખવી. હું તેને પતિ માની તેની સાથે ગીત ગાઈ રાજાદિકને રંજન કરી ઘણું ધન મેળવવા લાગી.
એ રીતે આ સુકંઠ ધનવાન થઈ ગયા. ત્યારપછી શ્રીજયાનંદ રાજા મેટો રાજા છે અને ઘણા રાજાઓ સહિત છે તેથી ત્યાં વધારે દાન મળશે એમ જાણી આજે ઘણે દિવસે સમય મળવાથી ગાવા માટે સુકંઠ સાથે હું પણ અહીં આવી છું. અહીં પિતા વિગેરેને બેઠેલા જાણું મારા આત્માને જણાવવાની ઈચ્છાથી મેં મારા ચરિત્રવાળું ગીત બનાવીને ગાયું છે.
ત્યારપછીનું સર્વ વૃત્તાંત તમે જાણે છે. હવે હું તમને પૂછું છું કે-તે વખતે ભિલ્લને જે તમે વિજ્યસુંદરી આપી હતી, તેનું શું થયું? અને તે ક્યાં છે?”