________________
અગ્યારમે સગર ઇચ્છિત સમશ્યાને અર્થ વિગેરે કહેવાથી મેં પ્રસન્ન થઈ તે કન્યા નરકેશરી રાજાના પુત્ર નરકુંજરને આપી. પછી તે નરકુંજર જમાઈને કેટલાક દિવસ મારે ત્યાં રાખી સરકારપૂર્વક વિદાય કર્યો, એટલે તે પ્રિયા સહિત પિતાના પુરંદરપુરમાં ગયો. અત્યારે આ જયસુંદરીને ગાયન ગાતાં મેં ઓળખી, અને ગીતને અનુસરે હું જાણું છું કે તે મારી પુત્રી ઘણી દુઃખી અવસ્થા પામેલી છે; પરંતુ વિસ્તારથી તેનું વૃત્તાંત હું જાણત નથી, તેથી તેનું વૃત્તાંત તે જ કહેશે.” ' એમ કહીને તે બંધ રહ્યો, એટલે પિતાના પૂછવાથી સુંદરીએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું
“હે પિતાજી! તે વખતે હું મારા પતિ સાથે સાસરે ગઈ. ત્યાં મારો પતિ મારામાં જ આસક્ત થઈ ભોગસુખમાં મગ્ન થઈ ક્રીડા કરવા લાગ્યું. એક વખત વસંતઋતુ આવી ત્યારે નગરથી બે કોશ દૂર નંદનવન જેવા કુસુમાકર નામના કીડાઉદ્યાનમાં વેળુની ભીતવાળા, કેળના સ્તંભની શ્રેણિવડે મનોહર અને પુની માળાથી છાયેલા વિવિધ પ્રકારના કીડાગૃહો બનાવ્યા.
પછી જાણે કામદેવના જ ઘર હોય તેવા તે ઘરમાં બે માસ રહેવાની ઇચ્છાથી સર્વ પ્રકારની ભેગસામગ્રી લઈ જઈને મારી સાથે તેમણે ત્યાં પ્રવેશ કર્યો. આજુબાજુ દર રહેલા સુભટોથી રક્ષણ કરાત અને દાસીઓના સમૂહથી પરિવરેલો તે મારે પતિ વેશ્યાઓનાં ગીતનાથાદિકમાં લીન થઈ નિરંતર તેમની સાથે કીડા કરવા લાગ્યા.
આ પ્રમાણે હાથીઓ સાથે હાથીની જેમ સ્ત્રીઓના સમૂહ સાથે કીડા કરતા અને ભેગમાં આસક્ત થયેલા તેને દૈવયેગે જે વિપરીત કાર્ય નીપજયું તે સાંભળે– સહસ્ત્રકૂટ પર્વતનો સ્વામી મહાસેન નામને પહેલીપતિ કઈ નગર લુંટવા માટે જિલ્લના સૈન્ય સહિત નીકળ્યો હતો. તેણે માર્ગમાં જ પોતાના બાતમી આપવાવાળા માણસોથી જાણ્યું કે તે નગર અત્યંત સારી રીતે રક્ષિત કરાયેલું છે, તેથી ત્યાં જવું નકામું છે, એટલે તેને ફેરો વ્યર્થ છે. તે પછી પાછા ફરતાં તેણે મારા પતિને નગર બહાર રહેલે જાણી તે વન પિતાની સેનાથી વીંટી લીધું. તે વખતે રાત્રીને સમય હતો, તો પણ તમારા જમાઈએ પોતાના સૈન્ય સહિત તે ભિલ્લે સાથે યુદ્ધ કર્યું. તેમાં છેવટે શૃંગના નાદ વડે દિશાઓને ગજાવતા તે ઉત્કટ બળવાળા ભિલેએ કુમારને હરાવ્યો. તેથી તે સૈન્ય સહિત નાશી ગયે. એટલે તે ભિલેએ કીડાગૃહોને લુંટી લીધાં, અને સીંચાણે પક્ષી જેમ ચકલીને પકડે