________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ચરિત્રને અનુસરતું નવું ગીત બનાવી પિતાના ભર્તાર સહિત ગાવાને પ્રારંભ કર્યો. તેમાં નાની કન્યા ભિલ્લને આપી એ વિગેરે હકીક્તવાળું અને માટી પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ગાયકે તેને ગ્રહણ કરી ત્યાં સુધીની હકીકતવાળું ગીત ગાયું. તે ગાતાં પૂર્વનાં સુખ અને દુઃખ મરણવામાં આવતાં તે સ્ત્રી રોવા લાગી. તેથી ગીતના રસને ભંગ થયે જોઈ, સુકંઠે તેણીને કહ્યું કે
હે સુંદરી! ચિરકાળ સુધી તારા ગીતગાનના શ્રવણવડે રંજન થયેલી આ સભા તને હમણુ વાંછિત દાન આપશે, તે અત્યારે તું કેમ આમ રૂદન કરે છે? ફરીથી આ અવસર મળ દુર્લભ છે.” તે સાંભળી તેણીએ કેઈક પ્રકારે રૂદનને રૂધી ગદ્ગદ્, સ્વરે ગીત ગાવાના બાનાથી લોકોને આશ્ચર્ય પમાડે તેવું આ પ્રમાણેના અર્થવાળું ગાયન ગાયું–“ક્યાં પદ્મપુર નગર ! ક્યાં પદ્મરથ રાજા ? ક્યાં જયસુંદરી તેની પુત્રી ? અને ક્યાં તેના પ્રિયને પરાભવ કરી ભિલે તેનું ગ્રહણ કરવું ? ત્યાંથી પણ ક્યાં જયસુંદરીનું ગાયકને ઘેર જવું? અને અરે! દૈવથી હણાયેલી તે આજે ધનને માટે શું અહીં ગાયન કરે છે? ”
આવું ગીત અને પિતાના પતિનું નામ વિગેરે સાંભળી સભામાં બેઠેલી પદ્મા રાણી આશ્ચર્ય પામી અને તેને બરાબર જોવા લાગી એટલે તેણીએ તેણીને પોતાની પુત્રી છે એમ ઓળખી કાઢી અને તરત જ “હે પુત્રી ! હે પુત્રી! તું ક્યાંથી ? આ તારી શી દશા ?
એમ બોલતી પદ્મારાણી તેની પાસે ગઈ. ત્યારે તે પણ ઊભી થઈ તેણીના પગમાં પડી. તે બને પરસ્પર કંઠે વળગી રેવા લાગ્યાં, એટલે પદ્મરથ રાજા પણ તે પુત્રીને ઓળખી તેની પાસે આવ્યું અને તે પણ રેવા લાગ્યો. ત્યારે તે પુત્રી પણ તેના પગમાં પડી રેવા લાગી. આ ત્રણેના રેવાથી તે વખતે સમગ્ર સભા કરૂણ દેખાવવાળી થઈ ગઈ. સર્વે સભાસદે વિસ્મય પામી તેનું ચરિત્ર જાણવાની ઈચ્છાવાળા થયા, તેથી શ્રીજયાનંદ રાજાએ તેમને પોતાની પાસે બોલાવી “આ શું?’ એમ પૂછયું. ત્યારે કષ્ટથી રૂદનને રૂંધી હૈયે ધારણ કરી પવરથ રાજા બોલ્યો કે—
હે સ્વામી! મારે બે કન્યાઓ હતી. તેમને મેં એક સમશ્યા આપી હતી. તેમાં નાની કન્યાએ મારા ચિત્તને પ્રતિકૂળ લાગે તેવા અર્થો વડે તે સમશ્યાની પૂર્તિ કરી. તેથી મેં કોધ પામીને માયાવી ભિલ્લ રૂપને ધારણ કરનારા તમને તે કન્યા આપી -પરણાવી, એ સર્વ તમે ફુટ રીતે જાણે છે. મોટી પુત્રી જયસુંદરીએ મારા ચિત્તને