________________
અગ્યામે સર્ગ. પિતાને ભક્તિથી પ્રણામ કરી શુદ્ધ મનથી તેમની સેવા કરતા તેણે રાજ્યની ચિંતાને સ્વીકાર કરી પિતાના રાજ્યને ઉન્નતિ પમાડયું. સર્વ રાજાઓમાં રાજરાજેશ્વરનું બિરૂદ ધારણ કરતા અને જેના ગુણો સર્વત્ર ગવાતા હતા એવા તે શ્રીજયાનંદ રાજા પૃથ્વી પર અતિ પ્રસિદ્ધિને પામ્યા. - શ્રી વિશાળપુરના રાજા વિગેરે અનુક્રમે શ્રીજયાનંદ રાજાનું વૃત્તાંત સાંભળી તેની નિશાનીઓથી તેને પિતાના જમાઈ તરીકે ઓળખી અત્યંત હર્ષ પામ્યા. પછી તે કુમારે પિતાના તે તે સસરાને નિશાની સહિત લેખે મેકલી પિતાની પરણેલી પ્રિયાને બોલાવી, એટલે તેઓએ વિચાર્યું કે–
આ શ્રી જયાનંદ કુમાર સ્વામી હોવાથી પણ સેવવા લાયક છે, તે કરતાં સ્વજનપણાના સંબંધથી સેવવા તે વધારે શ્રેષ્ઠ છે.” એમ વિચારી તેઓએ ત્યાં આવી ભૂટણ સહિત પિતપતાની પુત્રીએ તેને સોંપી. શ્રીવિશાળપુરના શ્રીવિશાળજય નામના રાજાએ પિતાના અંતઃપુર સહિત લક્ષમીપુર નગરમાં આવી પિતાની મણિમંજરી પુત્રી કુમારને સોંપી.
એજ પ્રમાણે હેમપુર નગરથી હેમપ્રભ રાજાએ આવી પોતાની પુત્રી સૌભાગ્યમંજરી સપી. પદ્મપુરના પદ્મરથ રાજાએ અંતઃપુર સહિત આવી પોતાની વિજય સુંદરી પુત્રી સેંપી; અને કમળપુરના કમળપ્રભ રાજાએ એજ રીતે આવી કમળ સુંદરી પુત્રીને સોંપી. કુમારે તે સર્વ પ્રિયાઓને એગ્ય આશ્વાસન આપી તેમજ તેમને યોગ્ય મહેલે અને
ગરાસ આપી પ્રસન્ન કરી. - પછી પિતાનું રાજ્ય પિતાને પી કુમાર પ્રિયાઓ સહિત મનવાંછિત કળા વિલાસાદિકવડે કીડા કરવા લાગ્યો. તે બન્ને રાજાઓએ પરિવાર સહિત સત્કાર કરેલા સસરાએ જમાઈની લક્ષ્મીથી ચમત્કાર પામી સ્વર્ગતુલ્ય તે લક્ષ્મીપુર નગરમાં કેટલાક વખત રહ્યા.
કેઈક સમયે શ્રીયાનંદ રાજા પિતાના પિતા, સસરા અને બીજા રાજાઓ સહિત સભાસદોની શ્રેણિથી મનોહર એવી બહારની આસ્થાન સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં દેશાંતરથી કઈક ગાયકને સમુદાય આબે, તેમાં અતિ મધુર સ્વરવાળો સુકંઠ નામને મુખ્ય ગાયક હતા. તેને રૂપવડે રંભાને પણ ઉલ્લંઘી જાય એવી પ્રિયા હતી, તે સર્વ કળામાં નિપુણ હતી. અને વિષેશે કરીને શીધ્રપણે નવાં ગીત રચવામાં તે અત્યંત વિચક્ષણ હતી, તેથી તેણુએ તે વખતે પદ્યરથ રાજાની બે કન્યાના